Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોળી સમાજ દ્વારા માંધાતા મહારાજનો પ્રાગટય દિવસ ઉજવાયો

જુનાગઢ : કોળી સમાજના ઈષ્ટ દેવ શ્રી માંધાતા મહારાજ ના પ્રાગટય દિવસ નિમિત્તે શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ સમુહ લગ્ન સંકલન સમિતિ- જુનાગઢ દ્વારા આયોજીત ભવનાથ તળેટી ખાતે તળપદા કોળી સમાજની જગ્યાએ માંધાતા મહારાજ પ્રાગટય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનદિપભાઈ મકવાણા, રમેશભાઈ બાવળીયા, બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, જેઠાભાઈ જોરા, ભરતભાઈ બાલસ તથા અન્ય આગેવાનો દ્વારા માંધાતા મહારાજની આરતી ઉતારી આશિર્વાદ મેળવ્યા હતા અને પ્રાગટય ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હર્તીં.

(12:02 pm IST)