Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધોરાજી વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેત્ર કેમ્પ યોજાયોઃ

ધોરાજીઃ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેસન ડબ્લ્યુ. એમ. ઓ. યુથ વિંગ ધોરાજી તરફથી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ધોરાજીમાં આંખનો નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો. આ કેમ્પમાં ૩૫૦ થી વધુ ધોરાજી શહેર અને આજુ બાજુના વિસ્તાર ઉપલેટા જૂનાગઢ, જેતપુર, જામ કંડોરણા, કલારિયા રાણાવાવના દર્દીઓએ લાભ લીધેલ હતો. આંખનો આ કેમ્પ ધોરાજીમાં દર મહિનાની ૧૪ તારીખે નિયમિત યોજવામાં આવે છે. હાજી મુસ્તાક વાધારીયા ડબલ્યુ.એમ.ઓ. યુથ વિંગ ધોરાજીના પ્રેસિડેન્ટ નૌશાદભાઈ ગોડીલ ડબલ્યુ.એમ.ઓ. યુથ વિંગના સેક્રેટરી મહેમુદભાઈ ઝૂણઝૂણીયા ડબલ્યુ.એમ.ઓ. યુથ વિંગના એડવાઇઝર ઇકરામભાઈ વાધરીયા, હાજી અફરોઝભાઇ લકડકુટા, હમીદભાઇ ગોડીલ, અને યુથ વિંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ હતી.. આ પ્રસંગે બાળરોગ નિષ્ણાત ડો. ચામડિયા, વિગેરે હાજર રહ્યા હતા.

(9:52 am IST)