Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પોરબંદરમાં ઓવરબ્રીજ ઉપરથી ઝંપલાવીને યુવતીનો આપઘાત

પોરબંદર, તા. ૧૭ :. નરસંગ ટેકરી પાસે ઓવરબ્રીજ ઉપરથી અગમ્ય કારણોસર હેમા મુકેશભાઈ કોટેચા (ઉ.વ. ૩૦) એ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર યુવતી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને અગમ્ય કારણસર ઓવરબ્રીજ ઉપરથી ઝંપલાવી દેતા મરણ ગયેલ છે. લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પીટલ લઈ જવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)