Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વઢવાણમાં પુત્રના લગ્નના આગલે દિવસે માતાનું મોત થતા અરેરાટી

વઢવાણ,તા.૧૭: વઢવાણ શહેરમાં શાહ પરિવાર માં કેન્સરથી બીમારીથી પીડાતા મહિલાનું પુત્ર ના લગ્નના આગલા દિવસે જ મોત નિપજતા ભારે અરેરાટી ભર્યો માહોલ સર્જાયો હતો .

જાણવા મળી રહેલ વિગતોનુસાર વઢવાણ શહેરના રમણીકલાલ ડગલીની પુત્રી અને ચા ના વેપારી અગ્રણી નિદેશ ભાઇ શાહના પત્ની મીતાબેન કેન્સરની બીમારી સારવાર ચાલતી હતી ત્યારે તેમના એકના એક પુત્ર ડોકટર શ્યામ ના લગ્ન ડોકટર ખુશી સાથે નક્કી થયા હતા ત્યારે લગ્નના આગલા દિવસે જ કેન્સરગ્રસ્ત માતા મીતાબેનનું મોત નિપજતા ભારે શોકનો માહોલ છવાયો હતો. આમ કેન્સરગ્રસ્ત માતાનું અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

(3:54 pm IST)