Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

આ વર્ષે ભવનાથમાં શિવરાત્રીનો મિનિ કુંભ મેળો નહિ યોજાઈ

ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોવાળાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા

જૂનાગઢવાસીઓ અને શિવભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યો છે. આ વર્ષે ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મિનિ કુંભ મેળો યોજાશે નહીં. ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રીનો પરંપરાગત મેળો યોજાય છે. જેમાં લાખો ભાવિકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ મેળાને લઘુ કુંભ મેળો જાહેર કર્યો હતો અને 15 કરોડની ગ્રાન્ટ આપી હતી.

   પરંતુ આ વર્ષે શિવરાત્રીનો મેળો તો યોજાશે પરંતુ લઘુ કુંભ મેળો યોજાશે નહીં. જેની સામે ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોવાળાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યો છે. તો બીજી તરફ જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી એ પણ સરકાર ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે ગત વર્ષે ચુંટણી આવતી હતી એટલે જુનાગઢવાસીઓના મત મેળવવા માટે લઘુ કુંભ મેળો જાહેર કર્યો હતો. અને રૂપિયા 15 કરોડની ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે આખું વર્ષ માત્ર ગુજરાત જ નહીં પણ વિશ્વભરના લોકો આ મીનીકુંભની રાહ જોતા હોય છે. દેશ વિદેશથી પ્રવાસીઓ પાંચ દિવસના મીની કુંભને જોવા માટે કિડીયારૂની માફક ઉમટી પડે છે. જેમાં લોકોની સંખ્યા પણ ગત્ત વર્ષ કરતાં રેકોર્ડબ્રેક હોય છે.

(1:14 pm IST)