Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પોરબંદર પાસે હૃદયરોગની બંધ હોસ્પિટલ પુનઃ શરૂ કરવા તથા વિનામૂલ્યે સારવાર આપે તેવી સંસ્થાને સંચાલન સોંપવા કલેકટરને રજૂઆત

એક દશકાથી વધુ સમયથી બંધ ટ્રસ્ટની હોસ્ટિલની જમીન સરકાર હસ્તક જતાં કાર્યવાહી થાય તે પહેલા જાહેર હિતાર્થે અરજી

પોરબંદર તા.૧૭: એક દશકાથી વધુ સમયથી બંધ હૃદયરોગની સારવાર આપતી શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસભાઇ મહેતા હોસ્પિટલ પુનઃ શરૂ કરવા તેમજ સંચાલન વિનામૂલ્યે સારવાર આપે તેવી સંસ્થાને સોંપવાની રજૂઆત નવીબંદરના પૂર્વ વાણોટ પ્રાગજીભાઇ નાથાભાઇ તુંબડિયા હેમેન્દ્રકુમાર પારેખ અનીલભાઇ  રાણીંગા તથા દિલીપભાઇ લીલાધરભાઇ મશરૂ દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવેલ કે પોરબંદર અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮(બ) પર એરોડ્રામ જવાહર નવોદય વિદ્યાલય સામે સ્વ.શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ, મહેતા હૃદયરોગની હોસ્પીટલ જે તે સમયે લોકાપર્ણ કરવામાં આવેલ તે સમયે એશીયાભરની સર્વેશ્રેષ્ઠ પ્રથમ પંકિતની ગણાતી અને હૃદયરોગના નિષ્ણાંત મુળ પોરબંદર જીલ્લા રાણાવાવ તાલુકાના રાણાવાવ તળપદના મુળવતની વ્યવસાયઅર્થે કર્મભૂમિ મુંબઇ સ્થિત થયેલ ડો.ઓ.ટી.વતન પ્રેમ અને સેવા અર્થે અઠવાડિયામાં એક દિવસ માનવ સેવા હોસ્પીટલમાં આપવા માટે આવતા.

સ્વ.શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસભાઇ મહેતા હોસ્પીટલ સાકાર કરતા ચુસ્ત ગાંધીવાદી સ્વતંત્ર સેનાનીક અને પ્રાથમીક શિક્ષક તેમજ નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના માનદ્મંત્રીશ્રી સ્વ.મથુરાદાસ ગોરધનદાસ ભુપ્તા  રચનાત્મક કાર્યકર ટ્રસ્ટ એકટનીચે રજીસ્ટર થયેલ શિક્ષણીક સંસ્થા નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ કેજેમના ફાઉન્ડર દાતા પ્રમુખ પોરબંદરના સ્વ.મહારાણા નવરસિંહ જેઠવા હતા.જયારે સ્વ.મથુરાદાસ ભુપ્તા સૌરાષ્ટ્રરાજયના પોરબંદરના ધારાસભ્ય તરીકે રચનાત્મક પોરબંદર વિકાસ કાર્ય હાથ ધરેલ. ખાદી ભંડાર સંચાલક પોરબંદરમાં ખાદીગ્રામ ઉદ્યોગ રાંધાવાવ બગીચાનું સંચાલન કરતાં ગૌ-ધન ઉછેર કરતાં તેઓએ હૃદય રોગની હોસ્પીટલ જરૂરી છે. તે રચનાત્મક અને પોરબંદરની આસપાસ અને સૌરાષ્ટ્રના શહેર ગ્રામ્ય વિસ્તારોના હૃદય રોગના દર્દીને તેમજ સારવારમાં સાથે આવતા સહાયકો. તેમજ પોરબંદર પ્રથમ વર્ગની હાલસિવિલ હોસ્પીટલનો દરજ્જો ધરાવતી ભાવસિંહજી હોસ્પીટલ તબીબી સારવાર ઉપયોગી સાથે હૃદય રોગની હોસ્પીટલે સાકાર કરવા લોકફાળાથી નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગમાં સેવાકિય તબીબી યજ્ઞની શરૂઆત કરી માત્ર સ્વ.શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસભાઇ મહેતા હોસ્પીટલ નામ રાખવા મોટી રકમનું અનુદાન આપેલ છે. અન્ય દાન શ્રેષ્ઠી અને વિદેશ વસતા પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના સખી દાતાઓ આર્થિક અનુદાન તબીબી દર્દીઓને લગતી આધુનિધ યંત્ર સામગ્રી મેળવીએ શરૂ કરેલ.

જયારે સરકારશ્રી તરફથી ૧૮ વિઘા જમીન આરોગ્ય તબીબી સેવાના હેતુસર ચોકકસ શરતોને આધીન આપવામાં આવેલ હોસ્પીટલ પોરબંદર - રાણાવાવ વચ્ચે હાઇવે પર જ રોડ ટચ આવેલ છે. જેથી આસપાસ અને બહારગામથી સારવાર લેવા માટે હૃદય રોગના દર્દી અને સગા-સંબંધી મુશ્કેલી પડે નહીં. પોરબંદરથી અને રાણાવાવ વચ્ચે બન્ને બાજુ આઠ કિલો મીટરના અંતરે આવેલ છે.

છેલ્લા દશ વરસ કરતાં વધુ સમયથી આ હોસ્પીટલ તબીબી સેવાના નિષ્ણાંતની સેવા મળતી  હોય વિગેરે ટેકનીકલ કારણ ઉભા કરી બંધ કરી દેવામાં આવેલ પરંતુ હોસ્પીટલનું આધુનિક બિલ્ડીંગ હૈયાત અડીખમ ઉભેલ છે. સંપુર્ણ આધુનિક સુવિધાા જેને સમયે ધરાવતી હોસ્પીટલ ગુજરાતમાં તેમજ ભારતમાં આગવું સ્થાન ધરાવતી ગણાતી હતી. આ સ્વ. શેઠ શ્રી ના. કા. મહેતા હોસ્પીટલ બંધ સંચાલન બંધ થતાં કબજો સ્વ. શેઠશ્રી ના.કા. મહેતા સ્થાપિત સિમેન્ટ પ્રા. લી. તેમના વહીવટમાં કબજામાં એ અલીગઢી તાળાબંધી કરી રાખેલ છે. દરમ્યાન જેને સમયના સ્વ. શેઠશ્રી ના. કા. મહેતા ટ્રસ્ટના પીઆરઓ સેક્રેટરીશ્રી સુરેશભાઇ કોઠારીએ સંયુકત ચેરીટી કમીશનર આ હોસ્પીટલ અન્ય ટ્રસ્ટને સોંપવા હિલચાલ કરેલ. નિયમ અનુસાર સંયુકત ચેરીટી કમીશનરશ્રી કોર્ટથી દૈનિકના અખબારમા જાહેર નોટીસ પ્રસિધ્ધ થતાં ને પોરબંદરના જાગૃત નાગરીકો જયુ. રે. પીટીશન રાઇટર સ્ટેમ્પ વેન્ડર, ધનસુખલાલ એમ. પારેખ તથા પોરબંદર નવી બંદર ખારવા સમાજ યુવા અગ્રણી હાલ નિવૃત વાણોટ (પ્રમુખ) અને સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર  પ્રાગજીભાઇ તુંબડીયાએ સંયુકત ચેરીટી કમીશનર રાજકોટની કોર્ટમાં અરજી દાખલ કરેલ જે ગ્રાહય રહેતા ટ્રસ્ટનાં પી. આર. ઓ. સેક્રેટરીશ્રી સુરેશભાઇએ  અરજી તેમના એડવોકેટ મારફત પાછી ખેંચી લેતા સયુંકત ચેરીટી કમીશનરશ્રીએ સરકારી કોર્ટ ખર્ચના વિગેરે પેટે રૂ. ર૦૦૦ અંકે રૂપિયા બે હજાર ખર્ચ રકમ દંડ પેટે જમા કોર્ટમાં કરવાની શરતે મંજૂરી આપેલ. અને અંતમાં હુકમમાં જણાવેલ કે પક્ષકાર તરીકે બાંધેદાર અરજદાર ધનસુખલાલ એમ. પારેખ ત્થા પ્રાગજીભાઇ તુંબડાયાની અન્ય ટ્રસ્ટ કે અન્ય સોંપાશે. કે ફેરફાર કરવાનો થાય ત્યારે તેઓની પ્રથમ સંમતી લેવી અને લાંબો સમય સુધી પડતર રહેલ.

તાજેતરમાં પોરબંદર જીલ્લા કલેકટરશ્રીએ સ્વ. શેઠશ્રી  ના. કા. મહેતા હોસ્પીટલ ટ્રસ્ટની જમીન પરત સરકાર હસ્તક હસ્તગત કરતાં તે હકિકત સરકારશ્રીના દફતર એન જાહેરમાં આવતાં કાંઇપણ વિશેષ યોગ્ય કાર્યવાહી આગળ વધે તે પહેલા જ પોરબંદરના  જાગૃત નાગરિકો તેમજ પ્રથમ પૂર્વ સંયુકત ચેરીટી કમિશનર કચેરી-કોર્ટના વાંધેદાર અરજદાર-સામાવાળાના બે પ્રાગજીભાઇ  તુંબડીયા તથા તેમની સાથે સહઅરજદારો હેમેન્દ્રકુમાર એમ. પારેખ, અનિલભાઇ નારણદાસ રાણીંગા, દિલીપભાઇ લીલાધર મશરૂ રહે. તમામ પોરબંદરના એ તા. ૯-૧-ર૦ર૦ના રોજ પોરબંદરના નામદાર જીલ્લા કલેકટરની કોર્ટમાં કુલ ચાર અરજદારોએ  સરકાર, શ્રી જિલ્લા કલેકટર તથા સંયુકત ચેરીટી કમિશનર જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી રાજકોટ તથા રાણાવાવ સૌરાષ્ટ્ર સિમેન્ટ પ્રા.લી. હસ્તે તેમના પ્રતિનિધિ પી.આર.ઓ.  અથવા જવાબદાર કોઇપણ વ્યકિત જેને જાણકારી હોય તે રહે. રાણાવાવને સામાવાળ તરીકે વિરૂદ્ધમાં દર્શાવી ન્યાયકિય કામ ચલાવવાની માંગણી કરતી અરજી દાખલ કરેલ છે.

દાખલ કરેલ અરજીમા વિગત દર્શાવી માંગણી કરેલ અને રજુઆત માંગણી-વાંધાઓ દર્શાવેલ છે. સ્વ. શેઠશ્રી ના.કા. મહેતા હૃદયરોગની હોસ્પિટલ જાહેર ટ્રસ્ટ એકટ નીચે રજીસ્ટર થયેલ સંસ્થા છે. જે સંસ્થાનું બંધારણ ટ્રસ્ટ ફર્સ્ટ ડીડ સામાવાળા બે-ત્રણના કબજામાં હોય તે ચાલતા કાર્ય પુરાવા તરીકે સામેલ કરતાં પહેલા તેની એકપત્ર સામાવાળા નં. ર-૩ દ્વારા મૂલ્યે પૂરી પાડવા માંગણી છે તેવો  હુકમ થવો જરૂરી છે.

આજ દિન સુધીમાં હોસ્પિટલ સંસ્થાને રોકડ સ્વરૂપે તથા ચેક-ડ્રાફટ અથવા અન્ય સ્વરૂપમાં જે દાન પ્રાપ્ત થયું હોય તે દાનની રકમો કેટલી જમા છે. ફિકસ ડીપોઝીટ બેન્કનું નામ બેંક ખાતા નંબર હાથ પરની સીલક વિગેરે કોના કબજામાં છે અને કેટલા છે કઇ કઇ બેંકમાં જમા છે તેનો સંપૂર્ણ હિસાબ બેન્કના પૂરતા સ્ટેટમેન્ટ સાથે તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટના ઓડીટ રીપોર્ટ સાથે સહીસિક્કા સાથે ન્યાયકિય માટે ચાલતા કામે પુરાવા તરીકે સામેલ કરવા અને તેની એકપ્રત અરજદારોને વિનામૂલ્યે પૂરી પાડવી. દાતાઓ તરફથી સારવાર લેતા દર્દીઓના હિતાર્થે સામેલ કરવા મેડીકલ હૃદયને લગતા સાધન સામગ્રી અને સર્જરીના આધુનિક મશીનોની શું વ્યવસ્થા કરેલ છે તેની તમામ વિગતો સામેલ કરી અને સરકાર હસ્તક તમામ વિગતો સામેલ કરી. સરકાર હસ્તક મોનિટરિંગ કરવા તથા અરજદારોને તેની એક કોપી વિનામૂલ્યે પૂરી પાડવી. તેમ રજુઆતમાં જણાવેલ છે.

હસ્તકગત કરાયેલી કોર્ટ હોસ્પિટલની જમીન તેમજ હૈયાત બિલ્ડીંગ મૂળભૂત સ્થિતિમાં કોઇપણ જાતના ફેરફાર કરવો કે કરાવવો નહીં અને હોસ્પિટલ પુનઃ શરૂ કરવા સરકારશ્રીને દરખાસ્ત કરવા અને લત્તાઓનું આપેલ ભંડોળ જે બેંકમાં જમા હોય કે થાપણ તરીકે અનય જગ્યાએ  જે જગએ હોય અને તે સરકાર હસ્તગત કરવુ અને મુદલ તથા વ્યાજની રકમથી હોસ્પીટલને વિકાસ અને મેન્ટેન કરવુ અને સરકારને જ્યારે જરૂર પડે ત્યારે અનુદાન આપવુ અને દાતા પાસેથી અનુદાન મેળવવુ

આ હોસ્પિટલનુ સંચાલન સરકારશ્રી દ્વારા  કરવુ કે કરાવવુ તેવો હુકમ કરવો  અન્ય કોઇ ટ્રસ્ટ કે વ્યકિતગત  સોપવુ કે તબદીલ કરવુ નહી કે કબજો સોપવો નહી દેવાજોગે વિશેષ સંચાલનની જરૂર પડે તો સત્ય સાંઇબાબા જેવી હોસ્પિટલને સંચાલન સોપવુ  જે વિનામુલ્યે સંચાલન કરે અને ભવિષ્યમાં કોઇ સારવાર ફી વસુલ કરી શકે નહી તેવી સંસ્થાને આ સંચાલન સોપવુ તથા સરકારે ગ્રાન્ટ દ્વારા આ હોસ્પિટલને કાર્યરત રાખવી.

હોસ્પિટલ સંચાલનમાં અરજદાર ૧ થી ૪ને સેવાકિય પ્રવૃતિ માટે ટ્રસ્ટી તરીકે સામેલ કરવા ,  રાજકીય કોઇપણ વ્યકિતનો  સમાવેશ કરવો નહી. તેમા દખલગીરી કરવી નહી તેનો સમાવેશ કરવો નહી. માત્ર સરકારના પ્રતિનિધી  અને જાહર જનતાના પ્રતિનિધીને લેવલ ધારાસભ્ય, સાંસદસભ્ય, રાજ્યસભાના સભ્યો કે સ્થાનિક સ્વરાજયના સભ્યો, નગરપાલિકા કે મહાનગરપાલીકા , તાલુકા પંચાયત , ઉ.ગ્રામ્ય પંચાયત જીલ્લા પંચાયત સભ્યોને  આમા સમાવેશ - ટ્રસ્ટી તરીકે  સંચાલક તરીકે કરવો કે કરવુ નહી  કે આપવુ નહી કલબોના સભ્યોને પણ સમાવેશ કરવો નહી. વિશેષ  રજુઆત માટે પ્રજાજનો સુચનો કરાવો , પ્રજાનોને .....સાંભળવા અમારૂ સુચન છે. વિશેષ પુરાવા તથા રજુઆત કરવાનો અબાધિન અધિકાર રાખેલ છે.

સામાવાળાના ૩ના કબજામાં રહેલ દાતાઓના આર્થિક ભંડોળમાં થયેલ કોઇપણ ગેરરીતી થાય તો સરકારશ્રી દ્વારા ઓડિટમાં ચકાસણી  ઉંડાણ પૂર્વક  કરવી કે કરાવવી વિગેરે હકિકત રજુઆત આ અરજીમાં કરવામાં આવેલ છે.

સંસ્થાને ૧૮ વિઘા જમીનમાં પથરાયેલ હોસ્પિટલનો ઉપયોગ ન થતા જિલ્લા કલેકટરને ખાલસા  કરવા હુકમ થયેલ. ૧ એક વર્ષમાં હોસ્પિટલ શરૂ કરવા આપેલ  મુદત પુરી થઇને વહીવટી તંત્રએ કબજો લીધેલ.

પોરબંદર ના એન.કે. મહેતા હોસ્પિટલને સરકારે બે અલગ અલગ હુકમથી ૧૯૭૦ના  દાયકામાં હ્ય્દયરોગના દવાખાના - હોસ્પિટલ  હેતુ માટે વિનામુલ્યે જમીન ફાળવી હતી.આ જમીનનો એલોહી સંસ્થા દ્વારા ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી  કોન્ટ્રાકટર દ્વારા શરતભંગનો કેસ ચલાવી વર્ષ ૨૦૧૭માં એકવરસની અંદર હોસ્પિટલ શરૂ કરવાની મુદત આપેલ હતી. સંસ્થા દ્વારા અમલવારી ન ક રાઇ હતી. અને હોસ્પિટલ શરૂ કરવાની કાર્યવાહી ન થતા કલેકટર દ્વારા એલોટ સંસ્થાને સંભાળી, ફાળવેલ જમીનનો ઉપયોગ થતો ન હોવાથી જમીન ખાલસા કરવા હુકમ કરી આ જમીન જીલ્લા વહીવટી તંત્રે કબજો લીધેલ હોવાનુ જણાવાયુ હતુ.

(1:06 pm IST)