Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જુનાગઢ નજીક દારૂ સાથે ઝડપાયેલ શખ્સોની પૂછપરછ

જુનાગઢ તા.૧૭: જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી પાર્થરાજસીંહ ગોહિર્લં ની સૂચના આધારે ગતરાત્રી દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી -દીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ર્ંજૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. બી. એચ. કોરાટને બાતમી મળેલ કે, ટ્રકમાં બનાવેલા કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં દારૂ છુપાવી, જૂનાગઢ ખાતે લાવી, ડેરવાણ ગામ નજીકના વિસ્તારમાં કટિંગ કરનાર હોવાની ચોક્કસ બાતર્મીં આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એચ. કોરાટ, પો.સ.ઇ. કે.જે. પટેલ તથા સ્ટાફના પો.હેડ કોન્સ. નાથાભાઇ, હુસેનભાઈ તથા પો.કોન્સ. સંજયસિંહ, જૈતાભાઈ, હિતેશભાઈ, ગોવિંદભાઈ, ભરતભાઈ, ડ્રાઈવર કાનભાઇ, સહિતના માણસોની ટીમ દ્વારા ર્ંસમગ્ર ડેરવાણ ગ્રામ્ય વિસ્તાર તથા હાઇવે ઉપર જુદી જુદી ટીમો બનાવી, સર્ચ ઓપરેશર્નં હાથ ધરવામાં આવતા  રૂ. ૪૪ લાખના દારૂ સાથે ર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી , તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:01 pm IST)