Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મકરસંક્રાતી નીમીતે ૩૦૦ કુટુંબોને કીટ વિતરણ કરાયું

જુનાગઢઃ મકરસંક્રાતીના પર્વ નીમીતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૩૦૦ જરૂરીયાતમંદ પરિવારને મમરાના લાડુ, માંડવી પાક, તલશાકળી, ખીચડી વેફર વગેરેની કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ હતું જેમાં મનીષભાઇ પરમાર, રાજેશભાઇ લાલચેતા, ધીરેનભાઇ ધૃવ, દામજીભાઇ પરમાર, દીપકભાઇ પાટડીયા, મનોજભાઇ રાજા, પલાણભાઇ, બટુકબાપુ વગેરેના હસ્તે વિધવા બહેનો, ત્યકતા બહેનો તેમજ વૃધ્ધાશ્રમ, અંધ કન્યા છાત્રાલય મયારામદાસજી આશ્રમ, મહીલા આશ્રય સ્થાન વગેરે જઇ કિટ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદભાઇ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઇ પંડયા સરોજબેન જોષી અલ્પેશભાઇ પરમાર તેમજ કેશોદ શાખા દ્વારા ૨૦૦ કુંટબને ઉત્તમભાઇ પુરોહિત આર.પી.પુરોહિત દ્વારા જરૂરીયાત મંદોને કિટ વિતરણ કરવામાં આવેલ હતું.

(12:59 pm IST)