Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમરેલીનાં વાંકીયામાં ૨ શખ્સો દ્વારા યુવતિનો પીછો કરીને ધમકી

અમરેલી, તા.૧૭: તાલુકાના વાંકીયા ગામે યુવતી ગામમાં નિકળતા છેલ્લા બે ત્રણ મહિનાથી તેમનો પીછો કરી છેડતી કરી, મહિપત દિલુ વાળા, મહાવિર દિલુ વાળા, રહે. વાંકીયા વાળાએ ગામમાં એકલી મળવા બોલાવી છેડતી કરી સગપણ કયા નહિ થવાદે તેવી ધમકી આપી. ઉત્તરાયણના દિવસે હથિયાર લઇ યુવતીના ઘર સામે આવી. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ અમરેલી તાલુકા પી.એસ.આઇ. જ.અંચ. ઝાલા ચલાવી રહયા છે.

યુવતીના ઘરે જઇ છેડતી કરી ધમકી આપી

અમરેલી જેસીંગપરામાં રહેતી યુવતીને પોતાના ઘરેથી પોતાની હોટલ તથા ગામમાં જતી આવતી હોય ત્યારે પાર્થ વિજય સેજુ અવાર નવાર તેનો પીછો કરી સામે જોઈ તા. ૧/૮/૧૯ થી તા. ૧૬/૧/ર૦ દરમિયાન યુવતીના ઘરે જઇ. ઘરમાં પ્રવેશ કરી બંદ ઈરાદે છેડતી કરી બચવાની કોશીષ કરતા. મો હાથ વડે દબાવા દઈ ગાળો બોલી ધમકી આપી. શૈલેષ કોળીએ યુવતીના કાકા વચ્ચે પડતા પગમાં પાટુમારી ઇજા કરી ધમકો મારી નાશી ગયાની અમરેલી સીટી પોલીસ મથકમાં બહારપરામાં રહેતા ઉરોકત શખ્સો સામે ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ મહિલા પી.એસ.આઇ. એસ. આર. મેદ્યાણી ચલાવી રહયા છે.

(12:58 pm IST)