Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ધોરાજીમાં દલિત સમાજની કેન્ડલ માર્ચ

 ધોરાજીઃ દેશ ભરમાં દુષ્કર્મ થઇ રહેલા છે અને તેના આરોપીને કડક સજા પણ મળી રહી છે ત્યારે ગુજરાતના મોડાસામાં દલિત યુવતી સાથે દૂષ્કર્મ કરીને હત્યા કરવામાં આવી હતી આ દુષ્કર્મની ઘટનાના પડઘા ધોરાજીમાં પડ્યા હતા અહીંના દલિત સમાજે સાંજેએક કેન્ડલ માર્ચ યોજી હતી. જે શહેર ના દલિત આવાસના નશીબ ચોકમાં માંથી શરૂ થઇને શહેરના મુખ્ય રસ્તા ઉપર થી નીકળી હતી ને શહેર ના મુખ્ય ચોક એવા ગેલેક્ષી ચોક સુધી આવી હતી. રેલી દરમિયાન વિશાલ સંખ્યામાં દલિત સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલ હતો અને દુષ્કર્મ ની પીડિતાને ન્યાયની માંગણી કરી હતી.તે પ્રસંગની તસ્વીર.

(11:41 am IST)