Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

નવા ઘનશ્યામગઢ પ્રા.શાળા આચાર્યને એવોર્ડ

હળવદઃ હળવદના નવા ઘનશ્યામ ગઢ કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય ને ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માન કરવાામં આવ્યું હતું.ગુજરાત રાજયના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને રાજયના પ્રાથમિક શાળાના શિક્ષકો પૈકી દરેક જિલ્લામાંથી એક એક શિક્ષક પસંદ કરીને પૂજય મોરારીબાપુ ના હસ્તે ૩૩ શ્રેષ્ઠ શિક્ષકોનું કામડી ઙ્ગતથા સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર અર્પણ કરી ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા જેમાં મોરબી જિલ્લા માંથી હળવદ તાલુકાની નવા દ્યનશ્યામ ગઢ કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણ ભાઈ શંકરભાઈ પટેલ ને ચિત્રકૂટ એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું. તે તસ્વીર(તસ્વીરઃ હરીશ રબારી.હળવદ)

(11:41 am IST)