Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગોંડલના ચિત્રકારની અનેરી સિધ્ધિ નોઇડામાં બિલ્ડીંગ પર ગાંધીજીનું પેઇન્ટીંગ બનાવ્યું

ગોંડલ,તા.૧૭:  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને લઇને ગોંડલના કલાકાર મુનીર બુખારીએ નોઇડામાં ૧૫ માળની બિલ્ડીંગમાં બાપુનું વોલ પેઇન્ટીંગ બનાવ્યું છે. આ પેઇન્ટીંગ બનાવી મુનીર બુખારીએ ગોંડલ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આ કલાકારે ખુબ સંદ્યર્ષ કરીને કલાને દેશ વિદેશમાં ફેલાવી છે મુનીર બુખારીને ચિત્રકલામાં બાળપણથી જ રુચિ હતી પરંતુ પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૯ ધોરણ સુધી જ અભ્યાસ થઇ શકયો હતો અને પિતા સાથે તૈયાર કપડાં વેચવાનો લારી ઉપરનો વ્યવસાય સંભાળવો પડ્યો. કોઈપણ પ્રકારના માર્ગદર્શન વિના ચિત્રકામમાં પોતાની ધગશથી આગળ આવેલા મુનીર બુખારી આપણા ગુજરાતનું ગૌરવ છે. અનોખી માટીમાંથી બનેલા આ કલાકારે ખુબ સંઘર્ષ કરીને કલાને દેશ વિદેશમાં ફેલાવી છે. શરૂઆતમાં ઓટોરીક્ષાની પાછળ લખાતા લખાણો, સાઇકલના લટકણિયાં ઉપર પેઇન્ટિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ વિધિના લેખ તો કંઈક જુદા જ લખાયેલા હતા. બાદમાં મુનીર બુખારી ચિત્રકાર પ્રતાપસિંહ જાડેજા અને

હનીફ કુરેશીના સંપર્કમાં આવ્યા અનેમુનિર બુખારીની કલા સોળે કલાએ ખીલી અને વોલ પેઇન્ટીંગ શરૂ કર્યાં. દિલ્હી સ્ટ્રીટ આર્ટના હનીફ કુરેશીના મનમાં મુનીર બુખારીની કલા વસી ગઈ.

દેશનું સૌથી મોટુ વોલ પેઇન્ટીંગ પણ મુનીર બુખારીએ જ બનાવ્યું મુંબઈ ખાતે ભારતનું સૌથી મોટું વોલ પેઇન્ટિંગ બનાવવા માટે તક ૧૨૩ બાય ૧૫૨ ફૂટ ૧૯૦૦ સ્કવેર ફૂટનું વોલ પેઇન્ટિંગ દાદાસાહેબ ફાળકેની શ્રદ્ઘાંજલિરૂપે તૈયાર કર્યું અને

લોકાર્પણ અમિતાભ બચ્ચનના હસ્તે થયું હતું. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે ઇન્ડિયન આર્ટ ફેસ્ટિવલ મેલબોર્નમાં યોજાયો ત્યારે વિદેશના કલાકારો વચ્ચે ભારતમાંથી મુનીર બુખારીની કલા પ્રસ્તુત થઇ હતી.

(4:14 pm IST)