Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

તળાજાના દેવલી ગામે દોઢેક મહિના પહેલા થયેલ ઘરફોડનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ઝડપી લેતી પોલીસ

ભાવનગર તા. ૧૭ :ઙ્ગભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે.વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પાલીતાણા ચોકડી પાસે આવતા હકિકત મળેલ કે,પાલીતાણા બાજુથી એક હીરો કંપનીની સીડી ડીલક્ષ મોટરસાયકલ ઉપર બે જણા તથા એક હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ ઉપર એક જણ એમ ત્રણેય જણા ચોરાઉ મોબાઇલ લઇને તળાજા વેચવા માટે આવાવાના છે. જે હકીકત આધારે વોચમાં હતા તે દરમ્યાન પાલીતાણા બાજુથી હકીકત વાળા બે મોટર સાયકલ ઉપર ત્રણ માણસો આવતા મનોજભાઇ ઉર્ફે મનુજ દેવજીભાઇ જીલુભાઇ વાઘેલા  દે.પુ. ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.ભીલવાડ, અકતેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં, પાલીતાણા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી બે મોબાઇલ ફોન મળી આવતા (૧) એક વન પ્લસ -૫ ગ્રે કલરનો મોડલ નં.વન પ્લસ એ ૫૦૦૦ નો જેની કિ.રૂ.૧૨૦૦૦(૨) એક એમઆઇ કંપનીનો ગ્રે કલરનો મોડલ નં.પ્ઘ્૧૩ગ્ નો જેની કિ.રૂ.૫૦૦૦ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઇસમ પાસેની હિરો કંપનીની સીડી ડિલકક્ષઙ્ગ જેના આર.ટી.ઓ.રજી. નં. જીજે-૦૪-ડીકે-૦૫૫૮ છે. તેની કિ.રૂ.૫૦,૦૦૦ ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.

જ્યારે બુધાભાઇ ભલાભાઇ જોગરાણા ભરવાડ ઉ.વ.૩૬ ધંધો હિરા રહે.સાજણાસર, તા.પાલીતાણા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી ત્રણ મોબાઇલ ફોન મળી આવતો (૧) એક વીવો કંપનીનો કાળા કલરનો મોડલ નં.૧૭૨૪ નો જેની કિ.રૂ.૩૦૦૦ તથા (૨) એક સેમસંગ કંપનીનો બ્લુ કલરનો મોડલ નં.ગેલેક્ષી SM-M107F નો જેની કિ.રૂ.૯૦૦૦ તથા (૩) એક વીવો કંપનીનો બ્લુ કલરનો મોડલ નં.૧૯૦૪ નો જેની કિ.રૂ.૯૦૦૦ ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.

ઉપરાંત વિશાલ ઉર્ફે હંટર રાજેશભાઇ બાબુભાઇ સોલંકી દે.પુ. ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે.છવાડીની બાજુમાં, ખોડીયાર મંદીર પાસે, ભીલવાડ, પાલીતાણા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટ/શર્ટના ખીસ્સા માંથી ૬ મોબાઇલ ફોન મળી આવતા (૧) એક નોકીયા કંપનીનો સફેદ કલરનો મોડલ નં. લીમા ૬૨૫ જેની કિ.રૂ.૩૦૦૦ ગણી તથા (૨) એક વીવો કંપનીનો સફેદ કલરનો મોબાઇલ જેની કિ.રૂ.૩૦૦૦ ગણી તથા (૩) એક સેમસંગ કંપનીનો મોડ નં.SM-G610F જેની કિ.રૂ.૪૦૦૦ ગણી તથા (૪) એક લીનોવા કંપનીનો ગ્રે કલર ડબલ સીમકાર્ડ વાળો સીમકાર્ડ વગરનો જેની કિ.રૂ.૧૦૦૦૦ ગણી તથા (૫) એક રેડમી એમઆઇ કંપનીનો મોડ નં.M1810F61 જેની કિ.રૂ.૧૨૦૦૦ ગણી તથા (૬) ઓપો કંપનીનો મોડ નં.F11 Pro જેની કિ.રૂ.૧૫૦૦૦ ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ એકઙ્ગ મોટર સાયકલ આધાર પુરાવા અને બીલ વગરની માળી આવત જે એક હોન્ડા કંપનીની ડ્રીમ યુગા જેના આર.ટી.ઓ.રજી. નં.GJ-04-CH-0028 છે. જેની કિ.રૂ.૫૦,૦૦૦ ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકુર ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલાક ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે. એક સેમસંગ કંપનીનો બ્લુ કલરનો મોડલ નં.ગેલેક્ષી SM-M107F  જે અંગે તળાજા પો.સ્ટે. ખાતે ખરાઇ કરતા સદરહું મોબાઇલ ચોરીનો તળાજા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૮૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર ત્રણેય આરોપીઓને તળાજા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.ઙ્ગ

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(11:37 am IST)