Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રાજકોટના શખ્સ સહિત લીંબડીમાં જુગાર રમતા ૩ ઝડપાયા

 વઢવાણઃ લીંબડી મફતીયા પરામાં દશામાંના મંદિર પાછળ નવઘણભાઇ હકાભાઇ ચુ. કોળીના મકાન પાસે જાહેરમાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૃં ગુડદી પાસા તથા પૈસા વડે એકી-બેકીની બોલી લગાવી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી-રમાડતા ૩ પકડાઇ ગયેલ અને ૩ નાશી ગયેલ પકડાયેલ ત્રણેય આરોપીઓ પાસેથી ૧૦,૦૭૦/- તથા ગુડદી પાસા નંગ-ર કી. ૦ મળી કુલ્લે રૂપિયા ૧૦,૦૭૦/-નો મુદામાલ મળેલ. લીંબડી પો. સ્ટ઼ે. ગુ.ર.નં. ૦૦૧૦/ર૦ જુ. ધા. ક. ૧ર મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓ (૧) પ્રવિણભાઇ ઉર્ફે રઘુ બલુભાઇ મકવાણા અનુ. જાતિ ઉ.વ. ૩ર ધંધો-મજુરી રહે. લીંબડી નાનો વાસ (ર) પ્રવિણભાઇ ઉર્ફે પવો ગીરધરભાઇ પરમાર અનુ. જાતિ ઉ.વ. ૩ર ધંધો-મજુરી રહે-લીંબડી નાનો વાસ (૩) મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા દરબાર ઉ.વ. ૩૪ ધંધો-ડ્રાઇવિંગ રહે-રાજકોટ નવાગામ કુવાડવા રોડ માલીયાણ દુધની ડેરીની બાજુમાં રાજકોટ છે. નાસી જનાર (૪) નવઘણભાઇ હકાભાઇ ચુ.કોળી રહે. લીંબડી મફતિયાપરા (પ) અકમ અલાઉદ્દીનભાઇ કારવા રહે. લીંબડી મોટોવાસ તથા (૬) રાજશેભાઇ ચમનભાઇ ચાવડા રહે. લીંબડી નાનો વાસ છે.

(11:34 am IST)