Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

તેલંગાણામાં હિન્દુઓની આસ્થા દુભાવવાની પ્રવૃત્તિ સામે વિહિપ દ્વારા વિરોધ : આવેદન

જામનગર તા. ૧૭ : જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હિન્દુઓની આસ્થા દુભાવાય તે પ્રકારે ચાલી રહેલી ધર્માંતરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટે ત્યાંની વર્તમાન રાજય સરકાર દ્વારા સંવિધાન વિરૂદ્ઘ જઈને વોટબેંક સાચવવા માટે ખાસ લઘુમતીઓ માટે અનામતની જોગવાઈ કરીને આર્થિક લાભ આપી રહી છે. અને સરકારી ખજાનામાંથી ચર્ચ અને મસ્જિદ ઉપરાંત મોલવીઓને ૧૦ હજાર અને પદરીઓને ૫ હજાર મહિને આપવામાં આવી રહી છે. જેથી ગેરબંધારણીય રીતે હિન્દૂ સમાજની આસ્થા દુભાવવાનું આ કૃત્ય અટકાવવાની માંગ સાથે ભારતના રાષ્ટ્રપતિને સંબોધાયેલું આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીએ પાઠવવામાં આવ્યું છે.

જામનગરમાં જિલ્લા કલેકટર કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, બજરંગદળ સંયોજક રવિરાજસિંહ, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જિલ્લા પ્રેસ-મીડિયા સંયોજક કિંજલભાઈ કારસરીયા, શહેર મંત્રી સુબ્રમણ્યમ પિલ્લે, સહમંત્રી નરેન્દ્રભાઈ ચાંડેગ્રા, દિવ્યેશ ગોહિલ, શહેર ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ સિસોદિયા, બજરંગદળ શહેર સંયોજક વિમલ જોશી, જિલ્લા સહ સંયોજક પ્રીતમસિંહ વાળા, જિલ્લા ધર્માચાર્ય સંયોજક સુરેશ ગોંડલીયા, માતૃશકિત સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી સહિતના હોદ્દેદારો સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહીની, માતૃશકિતના અગ્રણી કાર્યકરોએ વોટબેંક માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ પ્રકારે સરકારી સહાયના નામે થતી આર્થિક મદદ બંધ કરવાની માંગણી સાથે હિન્દીમાં રાષ્ટ્રપતિને સંબોધાયેલું આવેદનપત્રઙ્ગ પાઠવ્યું હતું.

(11:30 am IST)