Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફાયરીંગઃ એકને ઈજા

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે આજે બપોરે ફાયરીંગની ઘટના સર્જાતા વાંકાનેર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે.

પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે દેવાબાપાની જગ્યા નજીક આજે બપોરે ફાયરીંગ થયાની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી હતી.

જેથી વાંકાનેર પીએસઆઈ શ્રી રામાનુજ અને રાયટર રવિભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. આ ફાયરીંગમાં એક વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ હોવાનું જાણવા મળ્યુ છે. ફાયરીંગના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)