Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાના પત્ની ગીતાબેન સહિત ત્રણ દિકરીઓએ માતાને કાંધ આપી

જુનાગઢઃ આજે ડે.મેયર ગિરીશભાઇ કોટેચાના ધર્મપત્નિ શ્રીમતી ગીતાબેન કોટેચા તથા તેમની બંને બહેનો નિતાબેન ઠાકર તથા અનિતાબેન દ્વારા આજે તેમના માતૃશ્રી ચંદ્રિકાબેનનું દુઃખદ અવસાન થતા દિકરા તરીકેની જવાબદારીઓ નિભાવી હતી, પિતાશ્રી ચિમનભાઇના અવસાન બાદ ત્રણેય બહેનોએ દિકરા સમોવળી બની માતૃશ્રીની સારસંભાળ સેવા સુશ્રુષા કરેલ હતી આજરોજ તેઓના દુઃખદ અવસાન વેળાએ અશ્રુભિની આંખે દિકરીઓ ગિતાબેન, નિતાબેન તથા અનિતાબેને કાંધ આપી દિકરા તરીકે ફરજ બજાવી હતી તેવખતની તસ્વીર સદ્દગત ચંદ્રિકાબેનની પ્રાર્થના સભા કાલે તા.૧૮ ને સાંજે પ થી ૬ ગિરીરાજ વિલ્લા,ગિરીશભાઇ કોટેચા (મો. નં. ૯૮૯૮૯ ૦૭પ૭૬)ના નિવાસસ્થાને, ગીરનાર દરવાજા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.(તસ્વીર-અહેવાલઃ વિનુ જોષી, જુનાગઢ)

(4:07 pm IST)