Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

અમરેલીમાં બે દલીત આગેવાનોએ ઝેર પીધુ

વડીયાના ખજુરી ગામે ડો. આંબેડકરજીની પ્રતિમા મુકવા અંગે વિરોધ થયો હતોઃ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ઝેર પી લેતા ખળભળાટ મચી ગયો

અમરેલી તા.૧૭: વડીયાના ખજુરી ગામે ડો. આંબેડકર સાહેબની પ્રતિમા મુકવા ગ્રામંપાયતે મંજુરી આપી હોવા છતા ગ્રામજનો દ્વારા વિરોધ થતા આ પ્રશ્ને જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી અસંતોષ જણાતા બે દલીત આગેવાનો ઝેર પી જતા ખળભળાટ મચી જવા પામેલ છે.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, વડીયાના ખજુરી ગામે રહેતા દલીત આગેવાન બાવચંદભાઇ પુંજાભાઇ ચૌહાણ સહિત આગેવાનોએ ગ્રામપંચાયતમાં ડો. આંબેડકર સાહેબની પ્રતિમા ગામમાં મુકવા મંજુરી માંગી હતી અને મંજુરી મળી જવા છતાં જિલ્લા કલેકટરશ્રીને રજુઆત કરવા બાવચંદભાઇ સહિત આગેવાનો આવ્યા હતા અને આવેદન પત્ર પાઠવી અસંતોષ જણાતા બાવચંદભાઇ સહિત બે દલીત આગેવાનો ઝેર પી જતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

આ બનાવના પગલે દલીત સમાજમાં ઘેરો રોષ ફેલાઇ ગયો છે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(3:49 pm IST)