Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મોરબીમાં કલેકટરના બંગલા પાસે ઉભરાતી ગટરઃ પાણીમાં બાઇક સ્લીપ થવાના બનાવો

મોરબી, તા.૧૭: મોરબીના કલેકટર બંગલો નજીક ઉભરાતી ગટર મામલે સ્થાનિક વેપારીઓ આંદોલન ચલાવી થાકી ગયા છે છતાં કોઈ કાર્યવાહી થઇ નથી તો મંગળવારે પંદર જેટલા બાઈકચાલકો સ્લીપ થયા હતા કલેકટર બંગલો પાસે ખદબદતી ગંદકી દુર કરવામાં તંત્ર ઉદાસીનતા સેવે છે તો બીજી બાજુ સમાન સ્વચ્છતા મિશન અંતર્ગત મોરબી પાલિકાને ટૂ સ્ટાર સર્ટીફીકેટ એનાયત કરાયું છે.

 મોરબીના કલેકટર બંગલો નજીક ઉભરાતી ગટરને પગલે થતી બેફામ ગંદકીથી વેપારીઓ પરેશાન છે તો માત્ર ગંદકી અને રોગચાળાની ભીતિની સમસ્યા હતી તેનાથી પણ ગંભીર સમસ્યા સામે આવી છે જેમાં મંગળવારે અહી વાહનચાલકો સ્લીપ થવાની ઘટના બની છે અને નજીકના શો રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વાહનચાલકો સ્લીપ થવાની ઘટના સામે આવી છે વળી એક કે બે નહિ પરંતુ ૧૫ જેટલા વાહનચાલકો સ્લીપ થયા છે જે દ્યટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે તો ૧૫ વાહનચાલકોના સ્લીપ થયા બાદ આખરે પાલિકા તંત્ર જાગ્યું હતું અને બુધવારે બપોરે પાલિકાની ટીમ સફાઈ માટે પહોંચી હતી અને ભૂગર્ભ ઢાંકણા ખોલવાની તસ્દી લીધી હતી જોકે એક વખતની સફાઈથી સમસ્યા ઉકેલવાની નથી તે સફાઈ માટે પહોંચેલી ટીમ પણ સારી રીતે જાણે છે અને પાલિકા પાસે ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ પણ ના હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. તેવુ લોકો કહે છે.(૨૨.૪)

(3:08 pm IST)