Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જસદણના વિવાદિત ચીફ ઓફિસર ચૌહાણ અંતે ફરજ મુકતઃ નવા પરાક્રમસિંહની નિમણૂંક

જસદણ, તા. ૧૬ :. અત્રેની નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણને અંતે ફરજ મુકત કરી તે જગ્યાએ મોરબી જિલ્લાના માળીયા મિંયાણામાં ફરજ બજાવતા પરાક્રમસિંહ મકવાણાને જસદણ નગરપાલિકામાં ફરજ સુપ્રત થઈ છે.

નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે એક સમયના અધિકારી અને હાલ નિવૃત ચૌહાણને કોન્ટ્રાકટ બેઈઝ પર મુકયા ત્યારથી વિવાદોમાં રહ્યા હતા. તેઓ સામે પાલિકામાં ખોટા બીલો પર સહીઓ કરી ચૂકવણા કરી દેવાના મામલે આક્ષેપો સાથે અનેક ફરીયાદ હતી. આ મામલે જસદણ નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરની નિમણૂંક થતા જસદણની પ્રજામાં આનંદ છવાયો છે.(૨-૮)

 

(12:24 pm IST)