Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ધોરાજીમાં અંજુમને ઇસ્લામ મેમણ જમાતની ચૂંટણી મતદાનનો પ્રારંભ

સવારે નવ વાગ્યે મતદાન શરૂ થયુઃ સાંજે પ કલાક સુધી ચાલશે

ધોરાજી, તા.૧૬: સમગ્ર ભારતમાં સૌથી મોટી મેમણ જમાત તરીકે ઓળખાતી ૨૫૦ વર્ષ જૂની અંજુમને ઙ્ગઇસ્લામ મેમણ જમાત ની ચૂંટણી આજે તા.૧૭ને ગુરૂવારના રોજ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે.

ધોરાજી અંજુમને ઇસ્લામ મેમણ જમાત એટલે સમગ્ર દેશમાં વસતા મેમણ સમાજ માટે કામ કરતી ૨પ૦ વર્ષ જૂની સંસ્થા મેમણ મોટી જમાત

ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી ફારૂકભાઈ તુમ્બિનું અવસાન થતાં તેની ખાલી જગ્યાએ હંગામી પ્રમુખ મુકવામાં આવેલ બાદ નિયમ અનુસાર ચૂંટણી યોજવાનો ઠરાવ થતાં સમગ્ર દેશમાં વસતા મેમણ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જે સંદર્ભે ચૂંટણીની જાહેરાત થતા અંદાજે ૩૨ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આવતીકાલ તા. ૧૭ને ગુરુવારના રોજ સવારે ૯ કલાકે મતદાનનો પ્રારંભ થશે. આ સંદર્ભે ધોરાજી મેમણ જમાત ખાતે સમાજ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

કુલ ૨૫ સભ્યોની ચૂંટણી યોજાશે જેમાં હાજી અફરોજ લકકડકુટા એ ૨૫ સભ્યોની પેનલ મુકેલ છે. તેમજ ૭ સભ્યોએ છુટા છવાયા ઉમેદવારી નોંધાવી છે. કુલ ૩૨ સભ્યો મેદાનમાં છે. ૨૫૦ વર્ષ જૂની અને ૧૦૦ વર્ષ જૂનું બંધારણ ધરાવતી અંજુમને ઇસ્લામ મેમેણ મોટી જમાતમાં સિલેકશન બિનહરીફના બદલે આ વખતે ચૂંટણી યોજાઈ છે.  જેમાં ઇકરામ અનવર પટેલ ઈકબાલ ઉમર માંડવીયા હાજી લતીફ ઈસ્માઈલ મોતીવાલા સિરાજ અબ્દુલા ધાયા હાજી પે કરીમ ગોડીલ વિગેરે અગ્રણીઓ નિયમ અનુસાર ચૂંટણી યોજાઈ તે અંગે નજર રાખી રહ્યા છે.(૨૩.૬)

ધોરાજી મેમણ મોટી જમાતના ઉમેદવારોની યાદી

૧.કાપડીયા સીદીક ઇસ્માઇલ ૨.ગોડીલ અ.સમદ હનીફ ૩.ગોડીલ હમીદ હા.હારૂન ૪.ગોડીલ ઉસ્માન (નૌશાદ) એ.ગફાર પ.ગગન જબ્બાર મોહમદ ૬.ચીડીમાર હનીફ સત્તાર ૭.છાપાવાલા અજીમ હારૂન ૮. જાનુહસન સાજીદ મજીદ ૯. ઝુણઝુણીયા અઝલ મોહમદ ૧૦. ઝુણઝુણીયા મહેમુદ ઇકબાલ ૧૧.દલાલ અજીમ હા.અનવર ૧૨.નવિવાલા સોયેબ હા.શરીફ ૧૩. નવિવાલા સોયેબ હા.સલીમ ૧૪. બસમતવાલા ફૈયાઝ રઝાક ૧પ. મોતીવાલા મુનાફ હબીબ ૧૬. મછીવાલા સાજીદ સીંદીક ૧૭. રહેમતવાલા અશરફ રઝાક ૧૮. રાચતા યાસીન ઇસ્માઇલ ૧૯. લકડકુટા  અફરોજ હા.હારૂન ૨૦. વાઘરીયા મુસ્તાક હા.મજીદ ૨૧. વાઘરીયા ઇકરામ ઇકબાલ ૨૨. સુપેડીવાલા ઇમ્તીયાઝ અ.ગફાર ૨૩. સાંગા સાકીર યુનસ ૨૪. શેખાણી મુનાફ હાસમ ૨પ. હસનફતા મોહમદ હા.રઝાક

અપક્ષ

૨૬. ઘાણીવાલા આહમદ (બાબુભાઇ) અ.શકુર ૨૬. તુમ્બી આસીફ અ.ગની ૨૮. નુરાની સાહીદ હા.ગની ૨૯. નુરાની મુનાફ અશરફ ૩૦.નગરીયા અશરફ આદમજી ૩૧. હાલાઇ ઇમરાન ઇબ્રાહીમ ૩૨. હળા અયાઝ અમીન

ધોરાજીમાં મેમણ મોટી જમાત ની ચૂંટણી મતદાનનો પ્રારંભ મતદારોની લાઇનો જોવા મળી. ધોરાજીના ધારાસભ્ય લલિતભાઇ વસોયા મેમણ સમાજના હાજી અમીનભાઇ નવીવાલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. (તસ્વીર.કિશોરભાઇ રાઠોડ.ધોરાજી)(૨૩.૬)

(12:23 pm IST)