Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ગાંધીધામ કચ્છમાં નકલી કસ્ટમ અધિકારી નામે ઠગાઇ કરતી ટોળકીના ૩ સભ્યો ઝડપાયો

વેપારી પાસે એડવાન્સ ૧,૭૬ લાખ લીધા બાદ બહાના કરીને નાસી ગયેલ

ભૂજ તા.૧૭ : ગાંધીધામમાં નકલી કસ્ટર અધિકારી બનીને લોકોને ઠગનાર ગેંગને પોલીસે ઝડપી લીધા હતા.

વેપારી વિશાલ રમેશભાઇ પટેલ રહે. બોળકદેવ અમદાવાદ વાળાને કસ્ટર ઓફીસર મુન્દ્રા ઓકસન ડીપાર્ટમેન્ટના અધિકારી તરીકે ઓળખ આપી ગેલ્વેનાઇઝ વાયર આશરે ૨૧ ટન જેટલો આપવાનું નક્કી કરી ૮.૮૦ લાખમાં સોદો નક્કી કર્યો હતો ત્યારબાદ કંડલા ફ્રી ટ્રેડ ઝોન નજીક વેપારીને બોલાવી તેની પાસેથી એડવાન્સ પેટે ૧.૭૬ લાખ રૂપીયા લીધા હતા પરંતુ ત્યારબાદ અલગ અલગ બહાના કરી આરોપીઓ પૈસા લઇ નાશી ગયા હતા.

જે બાબતે ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી જેમાં ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ અને એલ.સી.બી.ને સફળતા મળી હતી અને બનાવટી કસ્ટમ અધિકારીના નામે ઠગાઇ કરનાર ટોળકીના ૩ સભ્યો પોલિસના હાથે લાગ્યા હતા. જેમાં (૧) અબ્સાસ ઉર્ફે અભલો, હૂસેન ગાલા રહે. જગદંબા સોસાયટી  કિડાણા (૨) ઓસમાણ જૂસબ મથડા રહે.દેવળીયા અંજાર તથા (૩) જાનમામદ ઇસા મથડા રહે. દેવળીયા અંજારની ધરપકડ કરી છે. ઠગાઇમાં ગયેલા રૂ.૧.૭૬ લાખ પોલિસે રીકવર કર્યા છે ઝડપાયેલા શખ્સોના રીમાન્ડ દરમ્યાન વધુ કેટલાક ઠગાઇના ગુન્હા પરથી ભેદ ઉકેલાઇ શકે છે. તેવી પોલીસને આશા છે.

 

(12:05 pm IST)