Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જામનગરના ગીરીશચંદ્ર મશરૂએ પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યોઃ લગ્નની કંકોત્રી સગાસંબંધીઓને સોશ્યલ મીડીયાના માધ્યમથી આમંત્રણ

જામનગર, તા.૧૭: દેવભૂમી દ્વારકાનાં પ્રમુખ શહેર રાવલના વતની અને હાલ જામનગર સ્થિત થયેલા ગીરીશચંદ્ર ધરમશીભાઇ મશરૂએ પોતાના બીઝનેશમેન પુત્ર જયકુમારના લગ્નમાં એક નવો ચીલો આંતરી અનુકરણીય પગલુ ભરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

સામાન્ય રીતે આપણા સમાજમાં દીકરા-દીકરીની લગ્નની કંકોત્રી આપવાની પ્રથાને વર્ષો આંબી ગયા છે. તેવામાં લગભગ હાલાર પંથકમાં પહેલી વખત ગીરીશચંદ્ર તથા હરીશચંદ્ર મશરૂએ એક નવો ચીલો ચાતરી પોતાના દિકરાના લગ્નમાં કંકોત્રીથી આમંત્રણના બદલે અત્યારના આધુનિક યુગમાં ડિઝીટલ કંકોત્રી બનાવી બધા સગા, સંબંધી, અને હેતુ-મીત્રો વર્તુળોમાં સોશ્યલ મીડીયાથી મોકલવા નિર્ણય લઇ શરૂઆત કરી છે. આ જોઇ સમાજના પાંચ-પચીસ ખમીરવંત વ્યકિતઓમાં કાંઇક બદલાવ આવશે તેવા આશ્રય સાથે આમંત્રણ સ્વીકારવાનો મેસેજ પણ સોશ્યલ મીડીયાના માધ્યમથી રવાના કર્યો છે. પત્રકાર જય મશરૂના લગ્ન આગામી ૨૯ જાન્યુઆરીના પોરબંદર નિવાસી ભુમી હરીશભાઇ હિંડોચા સાથે ગોકાણી વાડી ખાતે યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

(11:55 am IST)