Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ગારીયાધાર નગરપાલિકા દ્વારા GST નંબર વિનાના બિલના લાખો રૂપિયા ચુકવ્યા

વિપક્ષ દ્વારા જીએસટી કમિશ્નરને લેખિત પત્ર પાઠવી રજુઆત

ગારીયાધાર તા.૧૭: ગારીયાધાર ન.પા. કચેરી ખાતે સતાધીશોના રળાવ દિકરા સમાન કામ કરતી એજન્સી સામે વિરોધપક્ષ દ્વારા લાલઆંખ કરવામાં આવી છે.

ગારીયાધાર ન.પા. કચેરીના ભાવેશભાઇ ગોરસીયા, હિંમતભાઇ ભાણીયા સહિત વિરોધપક્ષના ૧૪ સદસ્યો દ્વારા જીએસટી વગર ગારીયાધાર ન.પા. કચેરી ખાતે ગત તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ ૩૪,૪૭,૪૨૪/- અને ૧૨ જુન ના રોજ ૯,૭૩,૮૩૨/- એક ઇન્ફ્રાસ્ટ્રકચર એજન્સીને ચુકવવામાં આવ્યા છે.

વિપક્ષે જણાવ્યું હતું કે, આ એજન્સીના કામના એકપણ બીલમાં જીએસટી ની રકમ કે જીએસટી નંબર જોવા મળતો નથી તેમ છતાં ન.પા. કચેરી દ્વારા લાખો રૂપિયાના ચુકવણા કરવામાં આવે છે. જેની સામે તપાસ કરી પેનલ્ટી સાથે કાર્યવાહિ કરવા અને દંડકીય વસુલાત કરવા માટે જીએસટી ભવન ખાતે તમામ પ્રકારના દસ્તાવેજી કાગળો સાથે વિપક્ષ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

 

(11:46 am IST)