Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

શાપર-વેરાવળના ગરીબોને પતંગ વિતરણ

 શહેરના સીમાડે : ઔદ્યોગીક એકમની આજુબાજુની બસ્તિમાં વસતા પરિવારના બાળકો પણ તહેવાર મનાવી શકે તે માટે સેવાભાવી યુવાનો દ્વારા પતંગો ફીરકીના વિતરણ સાથે ચીકકી - લાડુનું વિતરણ અને સાથે બેસીને નાસ્તો કરાવાયો હતો. આ કાર્યને સફળ બનાવવા સત્યમ નિમાવત, બાબુ કેદાર, મયંક રામપ્રસાદી, દિપ ડાંગર, નિરવ પરમાર અને અશ્વીન સાકરિયા, જયપ્રકાશ વગેરે જમેહમત ઉઠાવી હતી. આ ગ્રુપના યુવાનો દ્વારા આપણા મુખ્ય પ્રવાહથી વિખુટા પડેલા અને ગરીબીનો સામનો કરી રહેલા બાંધવો સાથે આત્મીયતાનો ભાવ કેળવીને સમાજની સાથે જોડવાની કાળજી સાથે અને એક ભારતમાતાના સંતાન છીએ તેવુ એક આર્દશ પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પડેલ છે જે અભિનંદનને પાત્ર છ.ે

(11:37 am IST)