Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સુરજકરાડીમાં થયેલ ચોરીની ડોગસ્કવોડ અને એલસીબીની તપાસ

મીઠાપુર, તા.૧૭:- દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડીની બાજુમાં આવેલી મહાવીર  સોસાયટીમાં રેહતા અને બહારગામ ગયેલ એક રઘુવંશી વેપારી પરેશભાઇ ભાયાણીના ઘરે થયેલ ચોરીમાં મીઠાપુર પોલીસ તુરંતજ હરકતમાં આવી ચોર અને ચોરીના મુદામાલને પકડવા માટે સઘન પ્રયાસો શરૂ કરી દીધા છે. આ સમય દરમિયાન સૌ પ્રથમ ધરધણી પાસેથી બધીજ માહિતી મેળવી સેનાના દાગીના અને થોડા પૈસા એમ મળી કુલ રૂ. ૯૫.૫૦૦ના મુદામાલ ચોરી થઇ ગયાની વિધિવત ફરિયાદ દાખલ કરીને એલ સી બીની મદદ લઇ અને ડોગસ્કવોડ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.મીઠાપુર પી આઇ ચન્દ્રકાલાબા જાડેજાના જણાવતા પ્રમાણે મીઠાપુર પોલીસ દ્વારા શકય એટલા બધાજ રસ્તાઓ આ ચોરીને ડિટેકટ કરવા માટે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત એફ એસ એલના સ્ટાફ દ્વારા પણ સધન તપાસ માંગવામાં આવી છે. નાના એવા આ ગામમાં ચોરીનું આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે.

(11:35 am IST)