Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

માળિયા હાટીનાઃ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા વાનગી સ્પર્ધા યોજાઇ

 રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા માળિયા હાટીના ખાતે શિયાળા ઋતુમાં ઉપયોગી અને ગુણકારી વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં માળિયા હાટીના મહિલા સશકિતકરણમાં જોડાયેલ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં વાનગીની જાણકારી નિર્ણાયકો દ્વારા ૧ થી ૩ નંબર આપી પ્રોત્સાહિત ઇનામોનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સારી રસોઇ બનાવતા બહેનોને પ્રોત્સાહિત કરવાનો હતો.તસ્વીરમાં સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો નજરે પડે છે.(તસ્વીરઃ મહેશભાઇ કાનાબાર)

 

(10:02 am IST)