Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કોટડાસાંગાણી - રાજકોટ માર્ગ પર પુલ બનાવવાની કામગીરી હાથ ધરાશે

કોટડાના ભાડવા ગામની ગ્રામસભામાં કલેકટરની જાહેરાત

કોટડાસાંગાણી તા. ૧૭ : કોટડાસાંગાણીના ભાડવા ગામે ગ્રામ સભાનુ આયોજન કરાયુ હતું. જેમાં ગામ લોકોના પ્રશ્નો અને ગામમા ઘટતી સુવીધા અંગે ચર્ચાઓ કરાઈ હતી ત્યારે જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા. રૂરલ એસ પી બલરામ મીણા. જીલ્લા વિકાસ અધીકારી અનીલ રાણાવસીયા. સહીતના અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા ત્યારે કલેકટર રાહુલ ગુપ્તા અને ડીડીઓ અનીલ રાણાવસીયાએ ગામ લોકો સાથે સીધો સંવાદ કરીને ગામ લોકોની ઘટતી સુવીધા અંગેનીઙ્ગ જરૂરીયાતો અને જમીન માપણીમા થયેલ ગોટાળાઓ અંગે ચર્ચાઓ કરી હતી.

ભાડવા અને રાજકોટ તેમજ ભાડવા અને કોટડાસાંગાણીને જોડતા માર્ગ પર આવતા પુલ અતી નીચા હોવાથી ચોમાસા દરમીયાન રોડ વરસાદિ પુરના કારણે અવાર નવાર કલાકો સુધી બંધ થતા હોવાથી વાહન ચાલકો કલાકો સુધી અટવાતા હોવાથી આ પુલ પણ સરકારમા રજુઆત કરીને ટુંક સમયમા બનાવાની ખાત્રી આપતા ગામ લોકોમા હર્ષની લાગણી પ્રસરી હતી.

આ ગ્રામ સભામાં હાજર રહેલા રાજકોટ રૂરલ એસ પી બલરામ મીણાએ ગામ લોકોના પ્રશ્નો સાંભળી આ વિસ્તારમાં રાત્રી દરમીયાન પોલીસ પેટ્રોલીંગ વધારવા સ્થાનીક પોલીસને ખાસ સુચના આપી હતી અને અસામાજીક તત્વો અને પ્રોહીબીશન પર ખાસ રેડ કરી આ વિસ્તારના સામાન્ય લોકો આવા તત્વોનો ભોગ ન બને તેની ખાસ કાળજી રાખવા પર ટકોર કરી હતી.

ત્યારે આ પ્રસંગે ગ્રામ પંચાયતના સત્તાધીસો અને બહોળી સંખ્યામા ગામ લોકો તેમજ તાલુકા અને જીલ્લાના અધીકારીઓ અને સ્થાનીક રાજકિય આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.(૨૧.૪)

(9:56 am IST)