Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગીરના સીમાડે કાતર ગામના ડુંગરોમાં ભીષણ આગ ભભૂકી ;આશરે 22 વીઘાના ડુંગરાળ વિસ્તારમાં ભયંકર આગના કારણે વન્ય પ્રાણીઓ ફસાયાની ભીતિ

અમરેલી ;અમરેલી જિલ્લાનાં અને ગીરનાં સીમાડા સમાન કાતર ગામનાં ડુંગરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે જાણવા મળતી વિગત મુજબ લાગી છે.કાતર ગામનાં ડુંગરોમાં લગભગ 22 વીધાના ડુંગરાળ વિસ્તારમાં ભયંકર આગના કારણે વન્ય પ્રાણીઓ ફસાયાની આશંકા સેવાય રહી છે.
  આ વન્યપ્રણીઓમાં નીલગાય અને કેટલાક સિંહ ફસાયા હોવાની વન વિભાગનું પ્રબળ અનુમાન છે. આગના પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાના પ્રયત્ન શરૂ કર્યા છે

(11:17 pm IST)