Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટ ખાતે યોજાયેલ સ્પર્ધામાં સાવરકુંડલાના કાસમભાઇ કુરેશીને ૩ ગોલ્ડ

સાવર કુંડલા : તાજેતરમાં રાજકોટ મુકામે યોજાયેલ વિવિધ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલા સાવરકુંડલાના કાશમભાઇ કુરેશી એ ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ હતું. રાજકોટ મુકામે માસ્ટર્સ ખેલકુદમાં ૭પ વર્ષના ખેલાડઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડમાં પ્રથમ લાંબી કુદમાં પ્રથમ અને ટ્રીપલ જંગમાં પણ પ્રથમ નંબર મેળવી સાવરકુંડલાના મુસ્લીમ કાસમભાઇ કુરેશીએ સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ હતું. હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તા. ૧ર ફેબ્રુઆરી દિલ્હી મુકામે ભાગ લેવા જશે. તેઓના કોચ તરીકે ડો. આર. કે. કુરેશી હતાં. મેનેજર તરીકે હારૂનભાઇ વિહળ છે. તેઓએ અનેક સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.

(3:38 pm IST)