Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઠેબા-લાલપુર ચોકડીએ બ્રિજ બનાવોઃ રજૂઆત

જામનગરમાં મીટરથી પાણીનો ચાર્જ વસુલવાનું કાયદાની કલમ ૧૪૧-એએની વિરૂધ્ધઃ કલ્પેશ આશાણી દ્વારા અગ્રસચિવને રજૂઆત

જામનગર તા.૧૭: જામનગર જિલ્લાના ખીજડીયા બાયપાસથી દ્વારકા હાઇવે ને જોડતો જે માર્ગ છે. તેમાં ઠેબા ચોકડી તથા લાલપુર ચોકડી આવેલ છે. તે જગ્યા ઉપર હમેશા ખુબજ ટ્રાફીક હોય છે. અને જેમાં સર્કલ પણ ન હોવાથી ભયંકર અકસ્માત થવાનો સંભવ છે. તેથી આ બન્ને ચોકડી ઉપર ઓવર બ્રિજ બનાવવા જિલ્લા પંચાયત કર્મચારી સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત સરકારે તા.૩૦ માર્ચ ૨૦૦૭ના રોજ વાહુકમ બહાર પાડી જયા કારપેટ એરીયા મુજબ મિલકત વેરો ઉઘરાવવાનું થાય ત્યાં બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ ૧૪૧-એએ મુજબ ઉઘરાવવાની સતા આપેલ છે આ કલમ ૧૪૧ એએ મુજબ કલમ ૧૪૧બી મુજબ જનરલ ટેકસની ટકાવારી મુજબ પાણીવેરો વસુલ કરી શકશે. હાલમાં જા.મ.પા.વોટર ચાર્જ વસુલ કરે છે તે પણ કલમ ૧૪૧ એએ (એ)ની જોગવાઇ વિરૂધ્ધ બાબત છે. હાલમાં  જામનગર મ્યુનિ. કોર્પોરેશનએ કાયદાની કલમ વિરૂધ્ધ ઠરાવ પાસ કરી પાણી મીટરથી આપવાનો ઠરાવ ગેરકાયદે છે કારણ કે આ જનરલ બોર્ડના ઠરાવ કાયદાની કલમ ૧૪૧ એેએ અને ૧૪૧ બી વિરૂધ્ધ છે. માટે કાયદામાં સુધારો કરી મીટરથી પાણી આપવાની કાર્યવાહી કરી શકશે હાલની કાર્યવાહી કાયદા વિરૂધ્ધ હોઇ આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા કલ્પેશ આશાણી દ્વારા અગ્રસચિવ શહેર વિકાસને રજુઆત કરવામાં આવી છે.(૧.૬)

(1:41 pm IST)