Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

જામનગર-હાપામાં ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકૂટ

જલારામ મંદિરને ૨૦ વર્ષ પુર્ણઃ વિવિધ કાર્યક્રમો : ૭*૭ ફુટનો જંગી રોટલોઃ વડીલ વંદના રથનો ચોથા વર્ષમાં પ્રવેશ

જામનગર તા.૧૭: જામનગર નજીક હાપા રેલ્વે સ્ટેશનની સામે આવેલા જલારામ મંદિરને આજે તા.૧૭માં એકવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે જલારામ સેવા ટ્રસ્ટ, જામનગર અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા ૧૧૧ પ્રકારના રોટલાઓનો અન્નકૂટ, વડિલ વંદના રથનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે વડિલો માટેના ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ વડિલોત્સવ એમ ત્રિ-સતરિય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

જલારામ બાપાનો ૭'*૭'  ફુટનો વિશ્વવિક્રમી રોટલો બનાવી ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા રોટલા સહિત વિવિધ પ્રકારના અનાજ, કઠોળ, ડ્રાયફુટમાંથી બનાવવામાં આવનાર ૧૧૧ પ્રકારના ભાતીગળ રોટલાનો અન્નકુટ ઉત્સવ સાંજે ૫ થી ૭ જલારામ મંદિર ખાતે થશે.

સવારે ૧૧ થી ૧ કલાકે સંસ્થા દ્વારા ચાલતા વડિલ વંદના રથના ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

ઉપરોકત ત્રિ-સતરિય મહોત્સવને સફળ બનાવવા જલારામ સેવા ટ્રસ્ટ જામનગર, જલારામ મંદિર જીર્ણોધ્ધાર સમિતિ-હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ સત્સંગ મંડળ જલારામ મંદિર હાપા વતી મુખ્ય સંયોજક રમેશભાઇ દતાણી તથા ભરતભાઇ મોદી, નવનીતભાઇ સોમૈયા, રાજેશભાઇ પતાણી, જયેશભાઇ ધામેચા, કિરીટભાઇ દતાણી, જગુભાઇ ચંદારાણા, ભાવિનભાઇ ભોજાણી, ચંદ્રવદન ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી હતી.(૧.૫) 

(12:36 pm IST)