Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વાંકાનેર - ભાડલાના પ્રોહીબીશન કેસમાં વોન્ટેડ રાજકોટનો કિશોર થાવરાણી પકડાયો

આર.આર. સેલની ટીમે રાજકોટમાંથી દબોચી લીધો

રાજકોટ, તા. ૧૭ :. વાંકાનેર તથા ભાડલાના દારૂના ગુન્હામાં વોન્ટેડ રાજકોટના શખ્સને આર.આર. સેલની ટીમે રાજકોટમાંથી ઝડપી લીધો હતો.

રેન્જમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડી.એન. પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જનાઓએ આર.આર. સેલના પો.સ.ઈ. કૃણાલ પટેલનાઓને સૂચના કરેલ જે અન્વયે ગઈ તા. ૧-૧૧-૧૭ના રોજ આર.આર. સેલ દ્વારા દાખલ કરવામાં આવેલ વાંકાનેર તાલુકા ૫૨૩૦/૧૭ પ્રોહી કલમ ૬૫ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) ગુન્હામાં છેલ્લા અઢી માસથી નાસતો ફરતો આરોપી કિશોર મુલચંદભાઈ થાવરાણી રે. ઘંટેશ્વર ૨૫-વારીયા, રાજકોટવાળો પોતાના ઘરે આવતો હોવાની બાતમી મળતા આરોપીને હોસ્પીટલ ચોકેથી પકડી પાડી ધોરણસર અટક કરેલ છે. તેમજ આરોપીની પુછપરછ કરતા ભાડલા પો. સ્ટે. પ્રોહી. ગુર નં. ૫૦૦૩/૧૮ના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં પણ પોતાનું નામ ખુલેલાનું જણાવતા ભાડલા પો.સ્ટે.ને આ બાબતે જાણ કરવા તજવીજ કરેલ છે.

(11:38 am IST)