Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ધોરાજીની મુસ્લીમ મિડલ સ્કુલનો વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન

ધોરાજી તા.૧૭: ૧૯૪૭માં સ્થપાયેલ અને કોઇપણ જાતની સહકારી સહાય વિના ચાલતી શાળા મુસ્લીમ મિડલ સ્કુલનો વાર્ષિકોત્સવ સમારંભ યોજાયેલ જેમાં ગત વર્ષમાં ધોરણ ૧૦ તથા ૧૨ માં ઉર્તિણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામ આપી બહુમાન કરાયેલુ હતુ.

આ તકે શિક્ષણવિદ્  રૂહાબાનુ જાનુહસનએ જણાવેલ રે, અજ્ઞાનતાના અંધકાર દુર કરવા માટે મહિલાઓનું શિક્ષીત હોવું જરૂરી છે. પુત્ર-પુત્રી વચ્ચેનો ભેદભાવ સમાજ માટે યોગ્ય નથી. સારા સોપાન સર કરવા તથા દેશના સર્વાગી વિકાસ માટે નાગરિકો શિક્ષીત બને તે જરૂરી છે સારૂ જ્ઞાન હશે તો જ સમાજની સારી સેવા કરવા પ્રેરણા મળશે.

ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓ રૂચી મુજબના સપના સાકાર કરવા માટે યોગ્ય શિક્ષણ અને તાલીમ મેળવવી જરૂરી છે. શિક્ષણ વિનાનો માનવી અધુરો છે. સીનીયર ધારાશાસ્ત્રી અમીનભાઇ નવીવાલાએ જણાવેલ કે, હાલમાં શાળામાં ૨૫૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. શુન્ય માંથી સર્જન કરી શાળા આજે વટવૃક્ષ સમાન બનેલ છે.

ગત વર્ષ જાહેર થયેલા પરિણામો મુજબ એચ.એસ.સી (અંગ્રેજી) ફાતેમા નવિવાલા (૯૧.૭૪) અલફીયાબાનુ કોડી (૯૦.૨૦) તથા એસ.એસ.સી (અંગ્રેજી) ફાતેમા પોઠીયાવાલા (૯૨.૨૪) અશ્માબાજુ મુલ્લા (૯૧.૦૦) જૈબા જાલ્યાવાલા (૯૮.૧૩) મેવીશ ઇગારીયા (૯૭.૯૭) શબ્બીર લાખાણી (૮૬.૫૪) ગરાણા મુસ્તુફા વિગેરે વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સારો દેખાવ કરેલ હતો.

આ પ્રસંગે શાળાના ચેરમેન તુફૈલભાઇ નુરાની, વેપારી મંડળના લલીતભાઇ વોરા, મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી ફારૂક તુમ્બી, મુસ્લીમ અગ્રણી હાજી ઇબ્રાહીમ કુરેશી, રઝાકભાઇ ઘોડી, ટ્રસ્ટી ઇકબાલભાઇ નુરાની, હમીદભાઇ ગોડીલ, ઇમ્તીયાઝભાઇ બોમ્બેવાલા, અનુશાબાપુ બિલ્ડર, મકબુલભાઇ ગરાણા, યુસુફ નવીવાલા, જબાર ગરાણા, અજીદમીયા સૈયદ, સુધરાઇ સભ્યો તથા શહેરના અગ્રણી નાગરીકો તથા વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિતી રહેલ હતા.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કવ્વાલી, ફીલ્મીગીતો, ડાન્સ, દેશભકિત ગીત, સહીત વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજુ કરેલ હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સલીમભાઇ પાનવાલાએ કરેલ હતી.

(11:32 am IST)