Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

જામજોધપુર ગ્રામ પંચાયતની ચૂંટણી ફોર્મ ભરવામાં ઉમેદવારો ઉમટયા

જામજોધપુર, તા. ૧૭ :. તાલુકાની કુલ ૩૦ ગ્રામ પંચાયતની અને ૧૦ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સદસ્યોની પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની હોય ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ફોર્મ ભરવા મામલતદાર કચેરી જામજોધપુર ખાતે લોકો પોતાના ટેકેદારો સાથે ઉમટી પડયા હતા.

જામજોધપુર તાલુકાની બગધરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રંજનબેન જગદીશભાઈ મહેતા, જાડેજા પવનબા તેમજ બાવરીયા વિક્રમભાઈ, સોલંકી મુળીસિંહ, નાગજ દેવાભાઈ, દવે લીલાબેન, શીલુ પ્રમોદભાઈ, જાડેજા હેમલતાબા રાજેન્દ્રસિંહ, શીલુ રજનીભાઈ, મહેતા જગદીશભાઈ સહિત ગ્રામ પંચાયતની આખી બોડીના ફોર્મ ભરાયા હતા. ઉપરાંત ચુર ગામના પાંચ, લુવાસરના ૬, ભુપત આંબરડી ગ્રામ પંચાયતના બે, અમરાપરના ૬, ઉદેપુરના દસ એમ જામજોધપપુર તાલુકાના કુલ ૩૦ ગ્રામ પંચાયત સદસ્યો અને નવ સરપંચ પદના ઉમેદવારના ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરવા ગ્રામ પંચાયત સદસ્ય થવામહિલાઓમાં    પણ   ઉત્સાહ જોવા મળેલ અને મહિલાઓ  પણ   ફોર્મ ભરવા ઉમટેલ.

(11:32 am IST)