Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અમરેલીના અદ્યતન યાર્ડમાં વસંતપંચમીના જાહેર હરરાજી

અમરેલી તા.૧૭ : સાવરકુંડલા રોડ પર અદ્યતન માર્કેટયાર્ડનું કામકાજ પુર્ણ થયેલ હોય જેથી તા.રર સોમવારને વસંતપંચમીથી તમામ જણસીઓની જાહેર હરરાજી સહિત તમામ કામકાજ શરૂ કરવામાં આવશે. તા.ર૦ને શનિવારથી માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહેશે તેમજ તા.ર૧ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે નવા માર્કેટયાર્ડમાં સત્યનારાયણની કથા કરવામાં આવશે. તા.ર૧ને રવિવારથી જ સાંજના પ કલાકથી નવા માર્કેટયાર્ડમાં ખેડુતો અને વેપારીઓને માલ લાવવાનું જણાવવામાં આવે છે.

સોમવારને વસંતપંચમીના શુભ દિવસથી માર્કેટયાર્ડનું કામકાજ શરૂ કરવામાં આવશે. જેની અમરેલી જીલ્લાના તમામ વેપારીઓ અને ખેડુત ભાઇઓએ નોંધ લેવી. જુના માર્કેટયાર્ડમાં ફકત શાકભાજીની હરરાજીનું કામકાજ થશે અને આગામી ત્રણ માસમાં એટલે કે ૩૧ માર્ચ સુધીમાં જુના માર્કેટયાર્ડમાં શાકભાજીના ૧૩ર થડા (બાકડા), કરીયાણાની પપ દુકાનો તેમજ રીટેલ-હોલસેલ વેપારીઓએ રાખેલ દુકાનોનું બાંધકામ પુર્ણ કરી સોંપી આપવામાં આવશે.

નવા માર્કેટયાર્ડમાં ખેડુતો કે વેપારીઓએ ભીનો કપાસ લાવવો નહી આવા કપાસની જાહેર હરરાજી કરવામાં આવશે નહી તેમજ કપાસની કે અન્ય જણસીની એકવાર જાહેર હરરાજી થાય ત્યારે વેપારીએ માલ જોઇને જ લેવાનો રહેશે. તોલ કાંટે ખેડુતનો એક રૂપિયો પણ કાપી શકાશે નહી જેની નોંધ વેપારીઓએ લેવાની રહેશે.

(11:27 am IST)