Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

માળીયામિંયાણાના ખાખરેચીમાં જુગાર રમતા ૮ પકડાયા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે ખાદી વસાહતમાં પી.એસ.આઈ. જે.ડી. ઝાલા, સ્ટાફના મહીપતસિંહ સોલંકી, પ્રવિણભાઈ પટેલ તથા કુલદીપભાઈ સહિતનાએ રેડ કરી જાહેરમાં જુગાર રમતા હિતેશ ઠાકરશીભાઈ પટેલ, અતુલ રતીલાલ વાણંદ, મહેશ ભાણજીભાઈ પટેલ, અમરસી દેવજીભાઈ પટેલ, તળસી ઠાકરશીભાઈ પટેલ, ઉસ્માન અલ્લારખાભાઈ સંધી, લલીત રાઘવજી પટેલ તથા ઈશ્વર હિરજીભાઈ પટેલને રોકડ રૂ. ૨૬,૩૫૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી (તસ્વીર-અહેવાલઃ રજાક બુખારી-માળીયામિંયાણા)

(11:26 am IST)