Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

માળીયા સુરજબારી ચેકપોસ્ટ પરથી દારૂ બિયર ભરેલી સ્વીફટ કાર ઝડપાઇ : ૪.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત

માળીયા મિયાણા તા.૧૭ : માળીયા મિંયાણા પોલીસે સુરજબારી પુલ નજીક આવેલ ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન દારૂ બિયર ભરેલ સ્વીફટ કાર ને ઝડપી લીધી હતી મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે દારૂ ની બદ્દી નાબુદ કરવા સુચના કરેલ તે અન્વયે માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ના મહીપતસિંહ સોલંકી પ્રવિણભાઈ પટેલ યોગેશદાન તથા રાજેશભાઈ સહીતનો પોલીસ સ્ટાફ સુરજબારી ચેકપોસ્ટ ઉપર ચેકિંગમાં હતાં. તે દરમ્યાન કાર ચાલક પોલીસને જોઈ જતા કાર રેઢી મુકી નાસી છુટ્યો હતો પોલીસે સ્વીફ્ટ કાર શંકાસ્પદ જણાતા તુરંત તલાસી લેતા કાર માંથી એકસ્ટ્રા સ્પેશિયલ વિહસ્કી સીલપેક બોટલ નંગ-૨૧૬ કિંમત રૂ.૮૬,૪૦૦ તથા કિંગફિશર સ્ટ્રોંગ બિયર ટીન નંગ-૩૧૨ કિંમત રૂ.૩૧,૨૦૦ મળી કુલ રૂ.૧,૧૭,૬૦૦ નો વિદેશીદારૂ તથા સ્વીફટ કાર કિંમત રૂ.૩ લાખ મળી કુલ રૂ.૪,૧૭,૬૦૦ નો મુદ્દામાલ માળીયા પોલીસે જપ્ત કર્યો હતો આ મામલે માળીયા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ એ અજાણ્યા ઈસમ વિરૂદ્ઘ ગુનો નોંધી માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)