Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ-ગૌશાળાના લાભાર્થે શનિવારે ભાભરમાં લોકડાયરો

કિર્તીદાન ગઢવી, ઘનશ્યામભાઈ ઠક્કર સહિતના રમઝટ બોલાવશેઃ સંતો-મહંતો આશિર્વચન પાઠવશે

રાજકોટ, તા. ૧૭ :. સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળાના લાભાર્થે તા. ૨૦ ને શનિવારે રાત્રે ૮ વાગ્યાથી ભાભર એપીએમસી માર્કેટયાર્ડ સામે, ભાભર દીયોદર હાઈવે ખાતે કિર્દીદાન ગઢવી અને ઘનશ્યામભાઈ ઠક્કરનો ભવ્ય લોકડાયરો સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ-ગૌશાળા, ભેંસાણા, તા. દીયોદર, જી. બનાસકાંઠા ગૌસેવક સાધ્વી શ્રી શારદાબેન તથા રમાબેન દ્વારા યોજાશે.

ભેંસાણા ખાતે સદારામબાપુ સ્થાપિત ગૌશાળામાં હાલમાં ૨૧૦૦ ગૌમાતા, ૩૫૫ નંદી (વાછરડા), ૩૧૦ શ્વાન અને અસંખ્ય પક્ષીઓને સમયસર ભોજન અને પાણી આપવામાં આવે છે. ગૌશાળા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ પણ થઈ રહી છે.

શનિવારે રાત્રીના આયોજીત લોકડાયરાના કાર્યક્રમમાં સંત શ્રી સદારામબાપુ (ટોટાણા), પૂ. સૂર્યચાર્ય કૃષ્ણદેવનંદગીરીજી મહારાજ-સૂર્યપીઠ દ્વારકા, પૂ. જાનકીદાસબાપુ (કમીજલા), પૂ. જાનકીદાસબાપુ (મહંતશ્રી રમતારામ આશ્રમ-ભીમા), પૂ. ક્ષીપ્રાગીરીબાપુ (પાલનપુર), પૂ. છોગારામજી બાપુ, પ્રવીણભાઈ ભગત, નિજાનંદબાપુ, રામરત્નજી મહારાજ, દાસબાપુ, પ્રાણભાઈ (દાદા), વિશ્નુદાસ મહારાજ, કાળીદાસબાપુ, વલ્લભદાસજી મહારાજ, શ્યામસ્વરૂપદાસબાપુ, અંકુશગીરીબાપુ, ઈશ્વરદાસબાપુ સહિતના ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે.

આ તકે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ડો. વલ્લભભાઈ કથીરિયા, ચેતનભાઈ રામાણી, ગોરધનભાઈ ઝડફિયા, શાહરભાઈ કનોડા, ગેનીબેન ઠાકોર, જેન્તીલાલ દોશી, જયેશભાઈ જરીવાલા, શિવાભાઈ ઘુરીયા, ઈલેશભાઈ પટેલ, શશીકાન્તભાઈ પંડયા, અમૃતલાલ ડામરલાલ આમ્રપાલી પરિવાર, પ્રવિણભાઈ કોટક, ચંદનજી ઠાકોર, વિરાટભાઈ પોપટ, કિર્તીસિંહ વાઘેલા, વિનોદભાઈ સોમચંદભાઈ ઠક્કર, મગનભાઈ માળી, જયેશકુમાર ધીરલાલ પુજારા, પ્રવીણભાઈ દયાળજીભાઈ, મયુરભાઈ ઠક્કર, પોપટલાલ ઠક્કર, ચંદુલાલ ઠક્કર, હરીલાલ ઠક્કર, ડો. કનૈયાલાલ એન. પંચાલ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત રાકેશભાઈ રાજદેવ, મુકુંદભાઈ અખાણી, ચિરાગભાઈ પરીખ, કિરણભાઈ માલા, નિરવભાઈ ઠક્કર, મનીષભાઈ ઠક્કર, રાજુભાઈ પોબારૂ, દિલુભાઈ તેજવાળી, ડો. ધીરૂભાઈ સહાયતા, પ્રફુલભાઈ મજેઠીયા સહિતના ઉપસ્થિત રહેશે.

ગૌશાળા માટે ભૂમિના દાતા શ્રી ગં.સ્વ. કાંતાબેન ત્રિભોવનદાસ ઠક્કર પરિવાર (બેપાદરવાળા, હાલ અમદાવાદ), સ્વ. હરગોવનદાસ ગણપતરામ ઠક્કર પરિવાર, સ્વ. સવિતાબેન સુરેશભાઈ (રંગોલી પરિવાર), કાંતીલાલ જગજીવનદાસ પુજારા પરિવાર (કુવાળાવાળા, હાલ અમદાવાદ), ગં.સ્વ. શાંતીબેન વૈકુંઠરામ ઠક્કર પરિવાર, સ્વ. કુસુમબેન કાંતીલાલ મહેતા પરિવાર, શ્રીમતી ગોદાવરીબેન ભવાનભાઈ ઠક્કર પરીવાર, સ્વ. લલીતાબેન વલ્લભરામભાઈ ઠક્કર પરિવાર, ગં.સ્વ. પુરીબેન ઘુડીલાલ ઠક્કર પરિવાર, શ્રી મંગલમ પેકેજીંગ, લાભુબેન ધીરજલાલ તન્ના પરિવાર, ડાયાભાઈ નારણભાઈ ચાપાણી પરિવાર, મફાભાઈ બબ્બાભાઈ પટેલ પરિવારનો સહયોગ મળ્યો છે.

લોકડાયરાની વધુ વિગતો માટે કિર્તીભાઈ ઠક્કર મો. ૯૭૨૭૭ ૦૧૫૦૧, સુરેશભાઈ ઠક્કર મો. ૯૪૨૯૪ ૩૦૩૯૯, વિપુલભાઈ પુજારા મો. ૯૯૭૮૪ ૪૨૪૪૪, મયુરભાઈ ગૌસેવક મો. ૯૯૭૮૨ ૮૧૦૦૦, દિપકભાઈ ઠક્કર મો. ૯૮૨૫૨ ૩૨૬૮૧, કિશોરભાઈ ઠક્કર મો. ૯૮૨૫૦ ૩૪૪૧૮, દાનાભાઈ ગૌભકત મો. ૯૪૨૬૫ ૪૬૨૧૯, હરીભાઈ ઠક્કર મો. ૭૮૦૨૯ ૬૫૬૩૮, જયંતીભાઈ ઠક્કર મો. ૯૩૨૮૮ ૯૭૨૮૮, પરબતભાઈ પટેલ મો. ૯૭૨૪૮ ૪૦૮૧૦, જીગરભાઈ ઠક્કર મો. ૯૯૭૮૫ ૬૬૦૦૦, હસમુખભાઈ ઠક્કર મો. ૯૮૨૫૮ ૨૩૧૯૮, અનિલભાઈ મો. ૯૮૨૫૦ ૨૭૭૯૫, પંકજભાઈ પટેલ મો. ૯૩૭૬૫ ૯૯૪૦૪, યોગેશભાઈ મો. ૯૮૨૫૦ ૨૯૯૬૦, અરવિંદભાઈ સોની મો. ૯૪૦૯૫ ૮૮૬૪૨, અશ્વિનભાઈ ઠક્કર મો. ૯૮૯૮૪ ૯૪૬૨૯, ઘનશ્યામભાઈ મો. ૯૯૨૫૫ ૭૭૯૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.(૨-૨)

(10:04 am IST)