Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોરબંદર પોલીસ ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણીમાં લોકો ભયમુકત મતદાન કરી શકે તે માટે કાર્યરત: સઘન વાહન ચેકીંગ : વિલેઝ વિઝીટેશન કરવામાં આવી

પોરબંદર :  રાજય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્રારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચુંટણી-૨૦૨૧ યોજવાની જાહેર કરેલ હોય, જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક‌શ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ‌‌ નાઓ દ્રારા ચુંટણી હેઠળના વિસ્તારમાં મુકત અને ન્યાયીક વાતાવરણમાં ચુંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી વ્યવસ્થિત થાય અને લોકો ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ પોરબંદર શહેર/ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્રારા ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી બ્લેક ફીલ્મ લગાડીલ ગાડીઓ ચેક કરી કાયદેસરની કર્યાવાહી કરવામાં આવી. તેમજ પોલીસ દ્રારા વિલેઝ વિઝીટેશન કરવામાં આવી અને ગ્રામના સરપંચ,આગેવાનો તથા ગામ લોકોને રાજય ચુંટણી આયોગ દ્રારા જાહેર કરેલ આદર્શ આચાર સહિતા અંગેની સમજય કરી તેમજ નિર્ભય રીતે મતદાન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે હેતુંથી ગામના લોકોને માહિતગાર કરવામાં આવ્યા.

(10:47 pm IST)