Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોરોના કેસ અને મૃત્યુના આંકડા છૂપાવ્યા બાદ સરકાર સહાયના આંકડા દબાવે છેઃ વિક્રમભાઇ માડમના પ્રહારો

જરૂરીયાતમંદોને સહાય મળે તે જરૂરીઃ સરકાર સુધી વિડીયો પહોંચાડવા કોંગ્રેસના ખંભાળીયાના ધારાસભ્યની અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કોરોના સહાય મુદ્ે રાજય સરકાર ઉપર પ્રહારો કર્યા છે એક વિડીયો વાયરલ કરીને વિક્રમભાઇ માડમે જણાવ્યું હતું કે, પહેલા રાજય સરકારે કોરોના કેસના આંકડા છૂપાવ્યા, ત્યારબાદ કોરોના મૃત્યુના આંકડા છૂપાવ્યા અને હવે કોરોના મૃતકોને સહાય આપવા મુદ્ે સહાયના આંકડા દબાવે છે.

વિક્રમભાઇ માડમે ગઇકાલે તા. ૧પ ને બુધવાર સુધીના કોરોનાના આંકડા અને સહાયના આંકડા સાથેનો વિડીયો ગઇકાલે વાયરલ કર્યો છે જેમાં જણાવ્યું છે કે, જરૂરીયાત મંદો જ સરકારની સહાય માટે ફોર્મ ભરીને સહાય માટે પ્રયત્નો કરી રહ્યા છે.

વિક્રમભાઇ માડમે વધુમાં જણાવ્યુ કે ઘરના સ્વજન ગયા પછી કોઇ સહાય માટે પ્રયત્નો થોડા કરે ? એક તો પ.રપ લાખનો ખર્ચો થયો છતાં પણ ઘરના સ્વજન ગુમાવ્યા. હવે આ સહાયના ફોર્મ શા માટે ભરીએ ? તેવા સવાલો પણ કોરોનામાં સ્વજન ગુમાવનારા લોકો કરી રહ્યા છે.

વિક્રમભાઇ માડમે જણાવ્યુ છે કે, આ વિડીયો સોશ્યલ મિડીયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડીને માનવતાનું કાર્ય કરવુ જોઇએ કોરોના કાળથી અત્યાર સુધી કોરોના કેસમાં રાજકારણ કર્યુ નથી. ફકત માનવતાનું કાર્ય કરી રહ્યો છું.

(3:53 pm IST)