Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામનગરમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ

વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આગમન : રેલવે પોલીસના મહિલા કક્ષનું ઉદ્ઘાટન :; ડોગ શો પણ નિહાળ્યો : જામનગર રેલવે સ્ટેશન ઉપર ખાસ આરોગ્ય ચેકઅપ એટીએમ નું લોકાર્પણ

જામનગર:::જામનગરમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે ખાસ આવી પહોંચ્યા હતા. આ તકે ચીફ કોમર્શિયલ મેનેજર આર.કે.લાલ અનવ રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જૈફ જામનગર ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા બપોરે સ્પેશિયલ જીએમ ની ટ્રેન મારફતે આવી પહોંચેલા અધિકારીઓએ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરી રેલવે પોલીસના મહિલા કક્ષનું ઉદ્ઘાટન કર્યું હતું અને બાદમાં ડોગ શો પણ નિહાળ્યો હતો. આ તકે જામનગર રેલવે સ્ટેશન ઉપર ખાસ આરોગ્ય ચેકઅપ એટીએમ નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(3:04 pm IST)