Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબીમાં યુવા ભાજપ ટીમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ આપી.

મોરબી : લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી નિમિતે યુવા ભાજપ ટીમે હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે પ્રસંગે જીલ્લા યુવા ભાજપના જયદીપભાઈ હુંબલ, વિક્રમભાઈ વાંક, રાહુલ હુંબલ, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

(2:12 pm IST)