Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જૂનાગઢમાં લાઈટના સામાનની ચોરી કરનાર શબ્બીર હાલા ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૬ :. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટી વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સૂચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ બી.ડિવીઝન પો. સ્ટેશનના પો. ઈન્સ. એન.આઈ. રાઠોડની સૂચના આધારે ગુન્હા નિવારણ સ્કવોડ મિલ્કત સંબંધી ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવાની કામગીરીમાં હતા તે દરમિયાન પો. કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા પો. કોન્સ. રઘુવીરભાઈ વાળાને સંયુકતમાં મળેલ બાતમી હકીકત આધારે ગુન્હા નિવારણ સ્કવોડના માણસોએ જૂનાગઢ બસ સ્ટેન્ડ સર્કલ રોડ ઉપરથી એક ચોર ઈસમને સાઉન્ડ અને ઈલેકટ્રીક લાઈટના સામાન સાથે પકડી જૂનાગઢ બી-ડિવી. પો. સ્ટેશન ગુ.૨. નં. ૧૧૨૦૩૦૨૪૨૧૨૦૧૧/૨૦૨૧ આઈ.પી.સી. કલમ ૩૭૦ મુજબના કામે ચોરીમાં ગયેલ કુલ કિં. રૂ. ૨૧,૭૦૦ની મત્તાનો તમામ મુદામાલ કબ્જે કરેલ છે અને મજકુર ઈસમ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓઃ શબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાનભાઈ હાલા, જાતે ગામેતી ઉ.વ. ૨૧ ધંધો મજુરી રહે. સરદારનગર પાછળ મેમણ કોલોની, જી-બીલ્ડીંગ, ત્રીજા માળે બ્લોક નં. ૦૯ જૂનાગઢ.

કબ્જે કરેલ મુદામાલ

(૧) એલ.ઈ.ડી. પારલાઈટ જેનીથ કંપનીની નંગ ૧૨ જેની કિં. રૂ. ૧૪,૦૦૦ (૨) એલ.ઈ.ડટી. સ્મોક મશીન નંગ ૧ જેની કિં. રૂ. ૨૨૦૦૦, (૩) થ્રી ફેઝ ઈલેકટ્રીક બોર્ડ નંગ ૧ જેની કિં. રૂ. ૧૪૦૦ (૪) ઈલેકટ્રીક બોર્ડ નંગ ૫ જેની કિં. રૂ. ૯૦૦૦ (૫) વાયરનું બંડલ જેની કિં. રૂ. ૨૫૦૦ (૬) લાઈટ રાખવા માટેની પતરાની પેટી નંગ ૨ જેની કિં. રૂ. ૨૮૦૦ કુલ કિં. રૂ. ૯૧,૭૦૦. સારી કામગીરી કરનાર અધિકારી-કર્મચારી.. આ કામગીરી પો. ઈન્સ. એન.આઈ. રાઠોડની સૂચના આધારે ગુના શોધક યુનિટના પોલીસ સબ ઈન્સ. આર.એચ. બાંટવા તથા પો. હેડ કોન્સ. વિપુલભાઈ રાઠોડ તથા પો. કોન્સ. પરેશભાઈ હુણ તથા પો. કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા પો. કોન્સ. મુકેશભાઈ મકવાણા તથા પો. કોન્સ. રઘુવીરભાઈ વાળા તથા પો. કોન્સ. ભુપતભાઈનાઓએ કરેલ છે.

(1:06 pm IST)