Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જામનગર જિલ્લાના નાગરિકો માટે એસ.ટી.બસોના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૬ : કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર જિલ્લાના નાગરિકો માટે જામનગરની એસ.ટી. નિગમ સેવાઓ અંગે મળેલ રજુઆતો સંદર્ભે એસ.ટી. નિગમના અધિકારીઓને સુચના આપી બસ સેવાનોને લગતા પ્રશ્નોનું સત્વરે નિકાલ કરી સેવાઓ પુર્વવત કરી છે.

જામનગર વિભાગની તમામ લોકલ બસ ઇન્ટરસીટીના બોર્ડ લગાવીને ચાલે છે એ સંદર્ભે લોકલ રૂટમાં લોકલ બોર્ડ પ્રસિધ્ધ કરી સંચાલન કરવામાં આવે જ છે આમ છતાં વિભાગના તમામ ડેપો મેનેજરશ્રીને ફરીથી સુચના આપવામાં આવી છે. તેમજ રાજકોટ વિભાગ દ્વારા સંચાલીત થતી લોકલ સર્વિસ અંગે વિભાગીય નિાયમકશ્રી રાજકોટને સુચનાઓ આપી દેવાઇ છે.

એ જ રીતે અલીયા ગામે સવારે જે નાની બસ આવે છે તેના બદલે મોટી બસ ફાળવવા માટે પણ ડેપો મેનેજરશ્રી જામનગરને મોટી બસ ફાળવવા સુચના આપવામાં આવી છે. શેખપાટ વાળીજે બસ સવારે જે શેખપાટથી આવે છે, તે વળતા ધ્રુવાવના વિદ્યાર્થીઓને લેતા નથી. તે અંગે પણ વ્યવસ્થા ગોઠવવા સુચના આપવામાં આવી છે. જામનગર બજરંગપુર વાયા પસાયા જુનો રૂટનું સંચાલન હાલ કાર્યરત જ છે. ખંભાળિયા તરફથી તમામ લોકલ સર્વિસોને ગાગવાધારના પાટીયા ખાતે સ૭ોપ પણ આપી દેવાયુ છે. તેમજ અમલવારી અંગે ડેપો મેનેજરશ્રી જામનગર, ખંભાળિયા, દ્વારકાને સુચના આપવામાં આવી છે.

ધ્રોલ ડેપોની નેસડા નાઇટ બસ ડેપો મેનેજરશ્રી ધ્રોલને કહેવા છતાં ચાલુ કરેલ નથી એ માટે સર્વિસ ચાલુ કરવાની સુચના આપવામાં આવી છે.

કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે એક પણ બસ આવતી નથી એ અંગે પણ રાજકોટ વિભાગને જાણ કરાઇ છે. તેઓ દ્વારા ટુંક સમયમાં બસ સેવા ચાલુ કરવામાં આવશે. જામનગર - જખૌ- વાયા - સચાણા બસને સચાણા ગામ સુધી લંબાવવા અંગેનો રૂટ સર્વે કરી નિર્ણય લેવામાં આવશે.

જામનગરથી લોઢીયા વાયા દરેડ ચેલા, ચંગા, ચંદ્રગઢ, ખોજા બેરાજા આ બસ જુની હતી તે ચાલુ કરવા માટે રજુઆત હતી. પરંતુ શીડયુલનું નિયમીત સંચાલન કરવામાં આવે છે. જામનગરથી છતર - ચેલાબેડી- ૧૪.૪પ વાળી બસ બંધ અંગે. તેમજ જામખંભાળિયા - કાલાવડ - મુળીલાનો જુનો રૂટ ચાલુ કરવો જે સંદર્ભે ડ્રાઇવર - કન્ડકટરની ઘટના કારણે કંટ્રોલ કરવામાં આવી છે. હાલ ડ્રાઇવર - કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ હોય પોસ્ટીંગ થયે તાત્કાલીક બસ ચાલુ કરવામાં આવશે. ખંભાળિયા - મોરબી વાયા ભાદરા પાટીયા - હડીયાણા, રામપર જુનો બસ રૂટ ચાલુ કરાવવા રજુઆત છે. પરંતુ હાલમાં આ રૂટનું નિયમીત સંચાલન કાર્યરત  જ છે.

(1:06 pm IST)