Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમરેલી જીલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલથી કરોડોના નાણાકીય વ્યવહારો ઠપ્પ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૭ :. રાષ્ટ્રીયકૃત બેંકોને ખાનગી કરવાની સરકારની હીલચાલ સામે બેંકોના તમામ યુનિયનની સંકલન સમિતિએ અનેક વખત રજૂઆતો કરી હડતાલ-આવેદનપત્ર જેવા વિરોધ પ્રદર્શનો કરેલા છતા પણ ઉકેલ ન આવતા સંકલન સમિતિએ આપેલા એલાન મુજબ દેશની રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાલ છે.

બે દિવસ માટે હડતાલમાં અમરેલી જિલ્લાની બેંકો પણ જોડાય હતી અને આજે બેંક સજ્જડ બંધ રહી હતી. બેંકોના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. બેંકોના હડતાલના કારણે જિલ્લામાં કરોડોનું ટ્રાન્જેકશન ઠપ્પ થઈ ગયેલ ભારે અસર થઈ હતી. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:05 pm IST)