Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સોનારડી ખાતે એનિમિયા અને કુપોષણ તાલીમ યોજાઇ ૬૬ કિશોરીઓ/મહિલાઓએ સહભાગી થઇ

જૂનાગઢ,તા.૧૬: જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા ડિસ્ટ્રીક ફાઉન્ડેશનનાં સંયુકત ઉપક્રમે જૂનાગઢ જિલ્લાના ખાણ નજીક પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં એનિમિયા તાલીમનું આયોજન કરવામાં આવે છે.

  વંથલી તાલુકાના સોનારડી ગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ અને એનિમિયાના કારણે સ્વાસ્થ્ય પર થતી અસર તેના લક્ષણો તેમજ એનિમિયાથી થતા રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ એનિમિયા બાબતો પર જાગૃતતા લાવવા માટે ગ્રામ્ય કક્ષાએ જે કિશોરીઓમાં હિમોગ્લોબીનની ખામી હોય તેવી કિશોરીઓને એનિમિયા તાલીમ અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. જેમાં એનિમિયાને કેવી રીતે દૂર કરી શકાય?તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત સહભાગી થયેલ તમામ કિશોરીઓને એનિમિયા નિવારણ કીટ અનેICEવિતરણ તેમજ પૌષ્ટિક ભોજન વિષે સમજ આપવામાં આવી હતી. એનીમિયા અને કુપોષણ તાલીમ અંતર્ગત ગામની કુલ ૬૬ કિશોરીઓ/મહિલાઓએ બહોળા પ્રમાણમાં સહભાગી થઈ લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મહિલા શકિત કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

(12:42 pm IST)