Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વંથલી પાસે રાત્રે અજાણ્યા વાહન હડફેટે જુનાગઢના હિંમાશુગીરી મેઘનાથીનું મોત

અકસ્માત બાદ વાહન સાથે ચાલક ફરાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : વંથલી પાસે રાત્રે અજાણ્યા વાહન હડફેટે જુનાગઢના  હિંમાશુગીરી મેઘનાથીનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતા અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કે, જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ જલારામનગરમાં રહેતા બાવાજી હિંમાશુગીરી ચીમનગરી મેઘનાથી (ઉ.૩૬) આર્યુવેદિક દવાની ડીલવરી કરવાનું કામ કરે છે.

તેઓ ગઇકાલે કોડીનાર અને દવાખાને દવાની ડિલીવરી કરીને રાત્રે ૧૦વાગ્યાના અરસામાં પોતાના સીબીઝેડ મોટર સાયકલ નં. જીજે૧૧ એએફ પ૦૦ર ઉપર બેસીને જુનાગઢ તરફ સારી રહ્યા હતા.

ત્યારે વંથલીના વાડલા ફાટક પાસે અજાણ્યા વાહને હિંમાશુગીરીને હડફેટેમાં લેતા વાહનનું વ્હીલ તેમની પર ફરી વળતા તેમનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ થયું હતું.

આ અંગે જાણ થતા મૃતકના ભાઇ વિમલગીરી મેઘનાથી વગેર દોડી આવ્યા હતા.

અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક તેના વાહન સાથે નાસી ગયો હતો વંથલી પોલીસે ફરીયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ગળે ફાંસો ખાધો

વંથલીના સાંતલપુર ધાર ખાતે રહેતા દેવીપુજક જીતેષ રમેશભઇા પમાર (ઉ.ર૩) નામના યુવાને ગત રાત્રે પોતાને દારૂ પીવાની ટેવ હોય અને પોતાનુ સગપણ થતુ ન હોય જેથી કંટાળી જઇને ચુંદડી વડે ગળે ફાંસો ખાય લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)