Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આદિત્યાણાની બાળા સાથે સગાઇ બાદ યુવકે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ :.. આદિત્યાણાની બાળા સાથે સગાઇ થયા બાદ સગાઇ કરનાર રામ મેરામણ તથા સાસરીયાવાળા બાળાને પોતાના ઘેર તેડી આવેલ તે દરમિયાન રામ મેરામણે બાળાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યાની તેમજ સાસરીયાવાળાઓ તેમને ઢીકાપટુથી માર મારીને ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ થઇ છે. આદિત્યાણાની બાળા સાથે સગાઇ થયા બાદ બાળા સાથે સગાઇ કરનાર રામ મેરામણ તથા સાસરીયાવાળા શાંતિબેન મેરામણ, લખમણ મેરામણ, ભૂપત બાબુ વગેરે બાળાને ઘેર તેડી આવેલ અને તે દરમિયાન રામ મેરામણે બાળાની મરજી વિરૂધ્ધ તેણી સાથે શરીર સંબંધ બાંધીને તેમજ રામ સહિત સાસરીયાવાળાઓએ એક સંપ કરીને ઢીકાપાટુથી માર મારીને ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં બાળાની માતાએ નોંધાવી છે. પીએસઆઇ એન. એમ. રબારીએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:37 pm IST)