Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોરબંદરમાં ઐતિહાસિક મ્યુઝીયમ અને પ્રાણી સંગ્રહાલય સાકાર કરવા માટેની માત્ર વાતો?

પુર્વ દરબારગઢની ઓળખ ધરાવતું હાલ કીર્તીમંદિર પોલીસ સ્ટેશનના ઐતિહાસીક બિલ્ડીંગની સાચવણીમાં બેદરકારી : લીલાખાના મહેલની ભવ્ય બાંધણીઃ પ્રાચીન સમયની તોપો રણગાડી બન્દુકો હજુ સચવાયેલી છે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૫: વરસોની ઝંખના શહેર અને ગ્રામ્ય  વિસ્તારના નાગરીકોની સહહ્ય્દય રહી છે.  પ્રાચીન પૌરાણીક પ્રાચીન ધાર્મિક સામાજીક  સંસ્કૃતિ સાથે સંકળાયેલ આ ઝંખના પોરબંદરના છેલ્લા સ્વર્ગસ્થ રાજવી મહારાણા નટવરસિંહજી જેઠવાના વર્તમાન વારસ જેને પોરબંદર શહેર અને જીલ્લાના  તાલુકાના નાગરીકો માનભેરથી રાજવી તરીકે સ્વીકારી શકે તેમ છે. આદરણ્ય યુવરાજ વર્તમાન રાજવી ગાદીવારસ હરેન્દ્રસિંહ પ્રજાની ઝંખના પુર્ણ કરી શકે તેમ છે.

વિકાસનું નામ આગળ રાખી આગળ ચાલનાર ભાજપના છેલ્લા ચારમાસથી  રાજયસભાના સાંસદ તરીકે બીનહરીફ સાંસદ રામભાઇના સહયોગ દ્વારા પણ તેમજ વિકાસની વાતો આગળ ધરી પ્રજાલક્ષી કાર્ય થતું હોવાનું આગળ દાવો ધરાવે છે.

પોરબંદર પ્રાચીન અંૈતિહાસીક શહેર નગરી હોવા છતાં ઇતિહાસ સાચવી શકે તેવું મ્યુઝીયમ ધરાવતું શહેર નથી. તેમજ ઝુ પ્રાણી સંગ્રાલય નથી. વરસોથી મ્યુઝીયમ તથા ઝુ સાકાર કરવા વાતો ચર્ચાઓ થાય છે. હવામાં તરંગો ધુમે છે તે પુર્ણ મુર્તિમંત થતા  નથી. આ ખોટ પુર્ણ કરવા તાત્કાલીક વર્તમાન પોરબંદરના યુવરાજ ગાદી વારસ રાજવી હરેન્દ્રસિંહ પુર્ણ કરી શકે છે. તેમ છે. એક હકિકત નિશ્ચિત છે કે પોરબંદરના રાજવી જેઠવા વંશના ગણાય છે. આ જેઠવા વંશ શ્રીરામ ભકત હનુમાનજીના માનસપુત્ર મકરધ્વજનો વંશ છે.

દંતકથાઓ સાથે જેઠવા વંશના રાજબારોટ પાસે સંગ્રહાયેલ સચવાયેલ સ્મૃતીઓ ચોપડા નોંધ પર લખાયેલ છે. જેઠવા વંશના રાજવી પાસે ઉતરોઉતરની સચવાયેલ સંસ્કૃતી રાજચિન્હો હથીયારો કે તેના અંશો સ્મૃતિચિન્હોનું એક મ્યુઝીયમબની શકે. જે રીતે જુનાગઢના બાબી વંશના રાજવીઓના સ્મૃતિ ચિન્હો દિવાન ચોકમાં આવેલ મ્યુઝીયમ હોલમાં સચવાયેલ છે. તે મુજબ જેઠવા વંશના રાજવીઓનાના સ્મૃતિચિન્હ વસ્તુઓ હથીયાર વિગેરે કયાને કયાંય અંશ રૂપે સચવાયેલ. છાયાંમાંથી રાજગાદી ખસેડી શીતલા ચોક મધયમે સ્થાયાયેલ સાથે રાજવીઓનું રહેણાંક જે દરબારગઢની ઓળખ ધરાવે છે અને રાજગાદી અહી સચવાયેલ. દરબારગઢ ભવ્ય રીતે ત્રણ ભાગમાં સાકાર થયેલ છે. જેમાં હાલનું કિર્તીમ઼દિર પોલીસ સ્ટેશન પુર્વ દરબારગઢથી ઓળખાય છે. તેને સંપુર્ણ જમીનદોસ્ત કરી રીનોવેટ કરવી. આધુનીક બિલ્ડીંગ બનાવી અને કાર્યરત કરેલ છે. કમભાગયે એક પણ પ્રાચીન સમૃતી ચિન્હની સાચવણી કરેલ નથી. બાજુમાં લીલાખાના મહેલ દબારગઢનો ભાગ ભવ્ય બાંધકામ મોરા ઉપર ઘડીયાલ હાલ ખખડધજ, હથીયારો બંદુક તોપ વિગેરે પણ ધરાવતા, આરબોની બેરક યાને ચોકી રક્ષક  કોઠી તેઓ પાસે રહેલ હથીયાર કેટલાક સ્મૃતિ ચિન્હ પોરબંદર રાજય પાસે પોતાનું સ્વતંત્ર લશ્કર પણ હતું. તોપો રણગાડી વિગેરે પણ આજદીન સુધી સચવાયેલ કિર્તીમ઼દિર પોલીસ સ્ટેશન મુળસ્થાયી જુની દરબારગઢ બાંધણીમાં કાર્યરત હતું. ત્યારે પ્રવેશ દ્વારમા઼ નીર્જીવ તોપો બહાર પ્રદર્શનમાં એક જોડી રાખેલ. જીલ્લા પોલીસ અધિકારી કચેરી જુની પ્રવેશ દ્વારામાં પણ પ્રદર્શનીય ઓળખ માટે રખાયેલ.

એરકઝીશન યુગ શરૂ થયો ત્યારે પ્રથમ વખત વસાવેલ. એ સી ખંભાળા હિલ મહેલમાં ખંભાળા જળાશય કિનારે સાકાર કરેલ. હવા મહેલમાં તેમજ પોરબંદરના અરબી સમુદ્ર કિનારે કુદરતી સૌંદર્યધામ નૈસગીક વાતાવરણમાં વચ્ચે બ઼ંધાયેલ હૈયાત હજુર પેલેસમાં અલભ્ય વસ્તુઓ  યાદગાર સચવાયેલ છે.

બીજો મુદ્દો ઝુ મ્યુઝીયમ યાને પ્રાણી સંગ્રહાલય શહેરમાં પ્લોટ જણાય છે. નાનુ પણ પોરબંદરના વિકાસમાં ઝુ યાને પ્રાણી સંગ્રહાલય સાકાર કરવુ જોઇએ. જીવંત અથવા મૃત પ્રાણીઓનું સાકાર જરુરી છે. જે અંગે વિકાસની વાતો કરનાર સરકાર અને પોરબંદર નગર પાલીકાના શાસન કર્તાઓએ સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવી જોઇએ.

શહેર મધ્યે ભાવસિંહજી પાર્ક યાને રાણીબાગમાં પણ ચીડીયા ઘર સાકાર થઇ શકે તેમ છે. ભાવસિંહજી પાર્કના વિકાસની  ચર્ચાઓ થાય. નિર્ણય લેવાય છે. પરંતુ વરસોથી વિકાસ હવામાં ગુંજે છે. આગળ પ્રયાણ થતું નથી.

(1:12 pm IST)